KKRvsRR: કલકત્તાએ રાજસ્થાનને 60 રનથી આપ્યો પરાજય, મોર્ગન અને કમિંસ રહ્યાં જીતના હીરો

IPL 2020ન 54મી મેચમાં કલકત્તાએ રાજસ્થાનને 60 રનથી પરાજય આપ્યો છે. આ જીત સાથે જ કલકત્તાની પ્લે ઓફમાં ક્વોલિફાય થવાની શક્યતા જીવંત રહી છે. કલકત્તાએ પહેલાં બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુંકસાન પર 191 રન બનાવ્યા જ્યારે તેના જવાબમાં રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુંકસાન પર 131 રન બનાવ્યા.

આ પહેલા ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કલકત્તાની શરૂઆત સારી નહોતી રહી. નિતીશ રાણેએ પહેલી જ ઓવરમાં ખાતું ખોલ્યા વિના જ આઉટ થયાં. જે બાદ બીજી વિકેટ માટે શુભમન ગીલ અને રાહુલ ત્રિપાઠીએ 72 રનની ભાગીદારી નોંધાવી. ગીલે 24 બોલમાં 36 રન બનાવીને આઉટ થયાં. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા લગાવ્યા. જ્યારે ત્રિપાઠીએ 24 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા.

99 રન પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ઈયોન મોર્ગને 35 બોલમાં પાંચ ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અનણમ 68 રન બનાવ્યા. એ સિવાય આંદ્ર રસેલે પણ 11 બોલમાં એક ચોગ્ગો અને ત્રણ છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા. છેલ્લે કમિંસે પણ 11 બોલમાં 15 રનની ઈનિંગ રમી. જ્યારે રાજસ્થા માટે રાહુલ તેવતિયાએ 25 રન આપી ત્રણ વિકેટ ઝડપી. એ સિવાય કાર્તિક ત્યાગીએ બે વિકેટ ઝડપી.

કલકત્તાના 192 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી નહી. પહેલી જ ઓવરમાં રોબિન  ઉથપ્પા સસ્તામાં આઉટ થયો. તે બાદ રાજસ્થાનનો વિકેટ પડવાનો સિલસિલો શરૂ રહ્યો અને 37 રનના સ્કોર પર અડધી ટીમ પેવિલિયન ભેગી થઈ ગઈ.

જે બાદ બટલરે 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા. જ્યારે તેવતિયાએ 27 બોલમાં 31 રન કર્યાં પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યા નહી. જ્યારે કલકત્તા તરફથી પેંટ કમિંસે ચાર વિકેટ ઝડપી. એ સિવાય વરૂણ ચક્રવર્તિ અને શિવમ માવીને પણ 2-2 સફળતા મળી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.