કેમ છો ટ્રમ્પ/ અમદાવાદમાં મોદી આગવા અંદાજમાં કરશે ડોનાલ્ડ ટ્રમ્પ નું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની પહેલી યાત્રા પર આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ‘કેમ છો’ કહેતા દેખાશે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી પોતાની ભારત યાત્રાની શરૂઆત ગુજરાતથી કરવા જઇ રહ્યા છે. અમેરિકામાં યોજાયેલા ‘હાઉડી મોદી’ના તર્જ પર ગુજરાતના અમદાવાદ શહેરમાં બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ લોકોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું ભવ્ય સ્વાગત કરશે.

કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીધા અમદાવાદ પહોંચશે અને અંદાજે 210 મિનિટ સુધી અહીં રહેશે. ટ્રમ્પના સ્વાગત માટે મોદી એરપોર્ટ પહોંચશે તેવા સમાચાર પણ છે. મોદી પણ ટ્રમ્પ માટે ગુજરાત આવવા માટે ખૂબ જ ઉત્સાહી છે. પીએમ મોદીની પ્રશંસા કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) મારા મિત્ર છે, તેઓ ખૂબ જ શાનદાર વ્યક્તિ છે. હું ભારત જવા માટે આતુર છું, અમે લોકો આ મહિનાના અંતમાં ભારત જઇ રહ્યા છીએ.

પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી હતી વાત

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સપ્તાહના અંતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે ત્યાં લાખો લોકો હશે. તેમનું માનવું છે કે માત્ર એરપોર્ટથી ળઇ ન્યૂ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) સુધી 50 થી 70 લાખ લોકો હશે. શું તમને ખબર છે કે આ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. તેનું નિર્માણ થઇ રહ્યું છે. આ લગભગ પૂરું થઇ ચૂકયું છે અને દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે.

ટ્રમ્પ પોતાની યાત્રા દરમ્યાન સાબરમતી આશ્રમ જશે. તેમની યાત્રાને જોતા અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી 10 કિલોમીટર સુધીનો રસ્તો સજાવી રહ્યા છે. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જે મહાત્મા ગાંધીના રોકાવા દરમ્યાન દેશના સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્ર રહ્યું છે. સાબરમતી આશ્રમ બાદ ટ્રમ્પ અને મોદી શહેરના મોટેરા વિસ્તારમાં તાજેતરમાં બનેલા સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને સભાને સંબોધિત કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.