અમદાવાદ : ઉતર પ્રદેશના ચકચારી (Uttar Pradesh) હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી હત્યા કેસમાં (Kamlesh Tiwari Murder case) વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે શાર્પશૂટર મોઇનુદ્દીન અને અશફાકની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી શામળાજી પાસેથી આરોપીઓની ધરપકડ કરી હતી. આ શાર્પશૂટરો પૈકીનો અશફાક કમલેશ તિવારીની હિંદુ સમાજ પાર્ટીના રાજ્યના અધ્યક્ષ જયમીન દવેના સંપર્કમાં હતો. અશફાક રોહિત સોલંકીના નામની ખોટી ઓળખ આપી હિંદુ સમાજ પાર્ટીનો પ્રચારક બન્યો હતો. આ મામલે હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ જયમીન દવેએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.
હિંદુ સમાજ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ જયમીન દવેએ જણાવ્યું હતું કે ‘ જે ઘટના બની છે ત્યારબાદ હું તમામ હિંદુ સંગઠનોને અપીલ કરીશ કે નવા સભ્યોની નિયુક્ત આધાર કાર્ડના આધારે ન કરવી જોઈએ. આઈ.ડી.નો મીસ યૂઝ થઈ શકે છે. કમલેશ તિવારીની હત્યાના ચાર દિવસ સુધી અમે ચિંતામાં હતા. હત્યારા અશફાકે મને લખનઉ આવવા માટે કહ્યું હતું. હત્યાના થોડા દિવસ પહેલાં જ હત્યારાએ ફેક આઈ.ડી. બનાવી મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.’
જયમીન દવેએ જણાવ્યું કે તમામ હત્યારાઓ ગુજરાતના જ નીકળ્યા છે, ત્યારે મને અને મારા પરિવારને જીવનું જોખમ છે. હું વિજય રૂપાણીને વિનંતી કરૂ છું કે મને સુરક્ષા આપવામાં આવે, મારી ગણતરી ગુજરાતના પ્રખર હિંદુવાદી નેતા તરીકે થાય છે ત્યારે મને પણ નિશાન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.