સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને સતત લીલા દુકાળને લઈને ખેડૂતોને થયેલ વિવિધ પાકોના નુકસાન અંગે તેમજ આવતીકાલથી વાહન વ્યવહાર અને આરટીઓ (RTO) ના નવા કાયદાઓની અમલવારી અંગે રાજ્યના કેબિનેટ મંત્રી આર સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. કમોસમી વરસાદ સામે નુકશાન ભોગવી રહેલ રાજ્યભરના ખેડૂતોને આ સમાચારથી રાહત મળશે.

જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસ અને રન ફોર યુનિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. આ અંગે કૃષિ વિભાગના અધિકારીઓની તાકીદની સૂચના આપવામાં આવી છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ તેની યાદી જિલ્લા કલેક્ટરને પહોંચે અને આ માધ્યમથી જે તે વીમા કંપનીઓને જાણ કરવામાં આવશે. તેમજ વહેલામાં વહેલી તકે ખેડૂતોને પાકનું જે કંઈ નુકસાન ગયું છે તેનું યોગ્ય વળતર આપવામાં આવે તે તમામ અંગે યોગ્ય ધ્યાન અપાશે. મંત્રી આરસી ફળદુના આ નિવેદનથી હાલાર સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ પાકના નુકસાનના વળતર અંગે ચિંતામાં રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.
જ્યારે વધુમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ વાહન વ્યવહાર અને આરટીઓના નવા કાયદાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું કે, આવતીકાલથી વાહન વ્યવહાર અને આરટીઓના નવા કાયદાઓની અમલવારી મક્કમપણે કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ મક્કમ છે. જ્યારે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ખાસ કરીને હેલ્મેટથી માનવની મહામૂલી જિંદગી બચે છે. ત્યારે આવતીકાલથી હેલ્મેટ સહિતના કાયદાઓની અમલવારી ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.