આતંકવાદને પોતાની સ્ટેટ પોલિસી તરીકે ઉપયોગ કરનારૂ પાકિસ્તાનની સ્થિતિ હાલ અત્યંત ખરાબ છે. અગાઉથી જ કમરતોડ મોંઘવારીએ પાકિસ્તાનમાં હવે રીતસરની માઝા મુકી છે. મોંઘવારીનો શિકાર પાકિસ્તાનના લોકોએ નવા વર્ષના પહેલાં દિવસે જ ભારે આંચકો લાગ્યો છે. પેટ્રોલ, ડીઝલ, રસોઇ ગેસ તથા લોટના ભાવમાં વધારો થયો છે.
પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં 2 રૂપિયા 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેનો ભાવ વધીને 116 રૂપિયા 60 પૈસા પ્રતિ લીટર થઇ ગયો છે. તો ડીઝલના ભાવમાં પણ 3 રૂપિયા 10 પૈસાનો વધારો થયો છે. જેથી એક લીટર ડીઝલની કિંમત 127 રૂપિયા 26 પૈસા થઇ ગઇ છે.
ઈમરાન ખાન સરકારે સૌથી મોટો ઝટકો ઘરેલૂ રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં આપ્યો છે. 11.8 કિલોના એક ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમત એક ઝાટકે 227 રૂપિયા 79 પૈસા વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે એક સિલિન્ડરની કિંમત 1513.69 રૂપિયાથી વધીને 1791.48 રૂપિયા થઇ ગઇ છે. તો કેરોસીનના ભાવમાં 3 રૂપિયા 10 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.