કંગનાએ સાધ્યુ આમિર ખાન પર નિશાન, પૂછ્યો આવો આકરો સવાલ

કંગના રનૌત સાથે શિવસેનાનો તો ગજગ્રાહ ચાલી જ રહ્યો છે અને એ પછી કંગનાની મુંબઈ સ્થિત ઓફિસના બાંધકામને ગેરકાયદેસર ગણાવીન મુંબઈ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધુ હતુ.મુંબઈ કોર્પોરશનમાં હાલમાં શિવસેનાનુ શાસન છે.

જોકે કંગનાના તેવર હજી પણ નરમ પડ્યા નથી.કંગનાએ હવે આમિર ખાનને સવાલ પૂછ્યો છે કે, દેશમાં જે અસહિષ્ણુતાની માળા જપનારી ગેંગ છે તેણે કેટલી તકલીફો સહન કરી છે.હેરાનગતિ તો મારી થઈ રહી છે.જે રીતે રાણી લક્ષ્મીબાઈનો કિલ્લો તોડવામાં આવ્યો હતો તે રીતે મારી ઓફિસ તોડી પાડવામાં આવી છે.જે રીતે સાવરકરજીને વિદ્રોહ માટે જેલમાં નાંખવામાં આવ્યા હતા તે રીતે મને જેલમાં મોકલવાની કોશિશ થઈ રહી છે.ઈનટોલરન્સ ગેંગને કોઈ પૂછે છે કે તેમણે કેટલા કષ્ટ સહન કર્યા છે.

કંગનાએ આમિરને આ સવાલ પૂછ્યો તેની પાછળનુ કારણ એ છે કે, ભૂતકાળમાં આમિરખાને દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ હોવાનુ અને ડર લાગી રહ્યો હોવાનુ નિવેદન આપ્યુ હતુ .

કંગનાએ આડકતરી રીતે આમિરખાનને સવાલ પૂછ્યો છે કે, મને જ્યારે નિશાન બનાવાઈ રહી છે ત્યારે કેમ આમિરે ચૂપ્પી સાધી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, કંગના પર કોમી તનાવ સર્જાય તેવા નિવેદન આપવા બદલ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.આમ તેના પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.