કંકોત્રી હોય તો આવી! મોદી સરકારના દરેક યોજનાની યાદ અપાવતા આ લગ્નની આખા રાજ્યમાં ચર્ચા

ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં અલગ-અલગ પ્રકારે વિવિધ યોજનાનો અમલમાં મુકવામાં આવે છે અને હવે આ યોજના ને ઘર-ઘર સુધી પહોંચાડવા લોકો પણ પોતાની ફરજ સમજી રહ્યાં છે. તેનું એક ઉદાહરણ તાજેતરમાં યોજાવાના એક લગ્ન પ્રસંગે ભાવનગરના મહુવા તાલુકાના ઠળિયા ગામે જોવા મળ્યું છે.

ત્યાં એક બ્રાહ્મણ પરિવારમાં આગામી દિવસોમાં યોજાનાર લગ્નોત્સવમાં તેની કંકોત્રીમાં વડાપ્રધાનની વિવિધ યોજના અને તાજેતરમાં જાહેર કરાયેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત અને ગુજરાતને લગતા સ્લોગ્નના અને ચિત્રો મૂકીને લોકજાગૃતિનું કામ આ પરિવારે કર્યું છે. જેના કારણે હવે લગ્નમાં આવનારા લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને તે માટે જાગૃતિ આવશે તેમ આ પરિવાર માની રહ્યો છે.

ભાવનગરના ઠળીયા ગામે રહેતા એક જાની પરિવારમાં આગામી દિવસોમાં યજ્ઞો પવિત અને લગ્ન પ્રસંગે યોજાવામાં આવનારા છે અને આ પૂર્વે તેમની લગ્નની કંકોત્રીમાં સરકારની અનેક યોજનાના સૂત્રો અને ચિત્રોને સ્થાન આપ્યું છે આ પરિવારે તેમની કંકોતરીમાં પ્લાસ્ટિક મુક્ત ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ,તંદુરસ્ત માતા અને બાળ, દેશની આવતીકાલ જેવા સૂત્રો પ્રિન્ટ કરાવ્યા છે અને સાથો સાથ તેમના ચિત્રો પણ પ્રિન્ટ કરાવ્યા છે જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.