સલમાનની ફિલ્મમાંથી શેહનાઝ ગિલનું કપાયું પત્તુ જાણો શુ છે કારણ??

બિગ બોસ 13થી લોકોના દિલ પર રાજ કરનાર પંજાબની શેહનાઝ ગિલને કોઈ ઓળખની જરૂર નથી. શેહનાઝ અને સિદ્ધાર્થની જોડીએ બિગ બોસમાં ધૂમ મચાવી હતી. જોકે, સિદ્ધાર્થના મૃત્યુ બાદ શેહનાઝ સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. પરંતુ પોતાને સંભાળતા અભિનેત્રીએ પોતાની પ્રોફેશનલ લાઈફ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે અને સલમાન ખાન સાથે શેહનાઝની કેમેસ્ટ્રી જોયા બાદ બધાને ખ્યાલ આવી ગયો હતો કે તે જલ્દી જ તેની સાથે ફિલ્મમાં જોવા મળશે.

પંજાબની કેટરીના કૈફ ટૂંક સમયમાં દબંગ ખાન સાથે બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી હતી. અભિનેત્રી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’થી બોલિવુડની દુનિયામાં પગ મુકવાની હતી અને એટલું જ નહીં તેણે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. પરંતુ હવે તાજા સમાચાર મુજબ શેહનાઝને ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવી છે. જોકે, અત્યાર સુધી આ અહેવાલો પર કોઈપણ પ્રકારની પુષ્ટિ સામે આવી નથી. પરંતુ દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આખરે શું થયું કે શેહનાઝને ફિલ્મમાંથી બહાર કરવી પડી.

જોકે, શેહનાઝ પાસે હજુ પણ એક બોલિવુડ ફિલ્મ છે. હવે શેહનાઝ પ્રોડ્યુસર રિયા કપૂરની આગામી ફિલ્મથી ડેબ્યૂ કરી શકે છે અને પ્રાપ્ત થતી માહિતી અનુસાર, શેહનાઝે આ ફિલ્મ સાઈન કરી દીધી છે તેમજ આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.