જાણો વધુ બદામ ખાવાના ગેરફાયદા.

આપણે બધા જાણીએ જ છીએ કે બદામ ખાવુ એ આપણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામમાં પ્રોટિન, ફાયબર, ગુડ ફેટ, વિટામિન-A અને મેગ્નેશિયમ જેવી વસ્તુઓ ભરપુર માત્રામાં જોવા મળે છે. એ જ કારણ છે કે તેને કોઇ પલાળીને ખાવાનું પસંદ કરે છે તો કોઇ રોસ્ટ કરીને ખાવાનું પસંદ કરે છે. બદામને સૌથી હેલ્ધી નટ્સમાંથી એક નટ્સ માનવામાં આવે છે. કદાચ જ કોઇ વિચારી શકે કે, બદામ ખાવાથી પણ કોઇ નુકસાન થઇ શકે છે. જો તમે લિમિટથી વધારે બદામ ખાઓ તો એ હેલ્ધી સ્નેકની તમારા શરીર પર સાઇડ ઇફેક્ટ દેખાવા લાગે છે. હવે તમને મનમાં સવાલ ઉઠે કે, આખરે વધારે બદામ ખાવાથી વળી શું નુકસાન થતું હશે? તો ચાલો અમે તમને જણાવી દઇએ કે વધારે પડતી બદામ ખાવાથી શું શું નુકસાન થાય છે.

આમ તો બદામમાં ભરપુર માત્રામાં ફાયબર હોય છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ છે. પરંતુ લિમિટ કરતા વધારે બદામ ખાવી તો કબજિયાત, પેટ ફૂલવું અને લૂઝ મોશનની પરેશાની થઇ શકે છે. એવું એટલા કારણે કે આપણું શરીર વધારે પડતું ફાયબર પચાવી શકતું નથી. એવામાં જો તમે ફાયબરનું ઇનટેક વધારો, તો તમારે પાણીનો ઇનટેક પણ વધારવો પડશે. તમારા માટે સારામાં સારો રસ્તો એ છે કે તમે બદામના ઓવરડોઝથી જ બચો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.