જાણો બ્રેઈન ટ્યુમરનાં લક્ષણો,ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા આ સંકેતો…………..

Medical x-ray illustration of a brain tumor - brain cancer

જો તમને માથાનો દુખાવો અને ઝાંખું દેખાવવાની તકલીફ થતી હોય તો તેને બિલકુલ નજર અંદાજ કરશો નહીં. આ બ્રેઈન ટ્યુમરના શરૂઆતના લક્ષણો પૈકીનું એક છે, જે સૌથી ખતરનાક રોગોમાંનું એક છે. એટલા માટે શક્ય તેટલી વહેલી તકે આ રોગ માટે સારવાર લો. આ ગંભીર રોગને રોકવા માટે દર વર્ષે 8 જૂનને વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે તરીકે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ તેના લક્ષણો વિશે.

જણાવી દઈએ કે બ્રેઈન ટ્યુમર ખૂબ જ ખતરનાક અને જીવ લે તેવી સમસ્યા છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકોનુ મૃત્યુ થાય છે. બ્રેઈન ટ્યુમર એ મગજ અથવા તેની આસપાસના કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિની સમસ્યા છે. એવું જરૂરી નથી કે દરેક બ્રેઈન ટ્યુમર કેન્સર હોય પરંતુ કેટલીક કેન્સરગ્રસ્ત પણ હોઈ શકે. જ્યારે ટ્યુમર વધવાનું શરૂ કરે છે, ત્યારે તે ખોપરીની અંદર દબાણ વધારવાનું શરૂ કરે છે. મગજને નુકસાન થવાનું જોખમ છે જેના કારણે મૃત્યુનું જોખમ પણ થઈ શકે છે.

આ છે લક્ષણો.

-માથાનો દુખાવો અને ધ્રુજારી

-સાંભળવામાં કે જોવામાં કમજોરી થવી.

– વ્યક્તિત્વ અથવા વર્તનમાં ફેરફાર

– વારંવાર ચક્કર આવવા

– શરીરની નબળાઇ અથવા નિષ્ક્રિયતા

– શરીરની એક બાજુ પર લકવો થવો.

– ઉલટી અને ઉબકા થવા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.