વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડિયો વેચી રહ્યા છે. વડાપ્રધાનના આ નિવેદનનો આમ આદમ પાર્ટી સખત વિરોધ કરી રહી છે. આજે દેશમાં આમ આદમી પાર્ટી એક માત્ર પાર્ટી છે જેણે પ્રજાને મફતમાં સુવિધા આપવાની સાથે સાથે દિલ્લી રાજ્યને દેવા મુક્ત કર્યું છે અને પ્રજાને જે સુવિધા આપવામાં આવે છે તે તેમના જ ટેક્સના પૈસાથી આપવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટી ના પ્રજાલક્ષી કામોને ન સમજી શકનાર વડાપ્રધાનના આ નિવેદનનો વિરોધ કરવા માટે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા સહિત તમામ જીલ્લોમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરવામાં આવ્યું. પરંતુ કેટલીક જગ્યાએ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ની ભાજપ સરકારના ઇશારે ધરપકડ કરવામાં આવી અને આમ આદમી પાર્ટીના શાંતિ પ્રિય કાર્યકર્તાઓ લોકશાહી ઢબે પ્રદર્શન કરવાનો અધિકાર ધરાવે છે પરંતુ ગુજરાતની તાનાશાહી ભાજપ સરકાર તે અધિકાર પર પણ તરાપ મારી રહી છે.
આજે નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકારની આર્થિક નીતિઓના વખાણ કરવા જોઈએ કારણ કે અરવિંદ કેજરીવાલએ દિલ્હીના લોકોના ભલા માટે વિશ્વસ્તરીય સુવિધાઓ લાગુ કરી છે અને દિલ્હીને દેવા મુક્ત બનાવ્યું છે અને આજે દિલ્હી સમગ્ર દેશ માટે એક મોડેલ સ્ટેશન બની ગયું છે. કોઈ પણ દેવા વગર દિલ્હી નું બજેટ સતત વધી રહ્યું છે.
શરમજનક વાત છે કે ભાજપ સરકાર દ્વારા શાસિત તમામ રાજ્યો સતત દેવા હેઠળ દબાઈ રહ્યા છે, તેમ છતાં નરેન્દ્ર મોદીજી તેમની સરકારોને સારી આર્થિક નીતિ બનાવવામાં મદદ નથી કરી રહ્યા, પરંતુ જે રાજ્યો દેવા મુક્ત છે અને જનતાને મફત સુવિધાઓ આપવામાં આવે છે, તેમની નરેન્દ્ર મોદીજી ટીકા કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે દેવામાં ડૂબેલા રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ દિલ્હી સરકારના આર્થિક મોડલ પર ધ્યાન આપીને સારી બાબતો શીખે અને તેમના રાજ્યોમાં પણ દિલ્હી જેવી આર્થિક નીતિઓ લાગુ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.