હર હર શંભુ વિવાદ પર જાણો શુ કહ્યું ફરીદા મીરે ??

સોશિયલ મીડિયા પર શ્રાવણ માસમાં હાલ ‘હર હર શંભૂ’ ગીતની બોલબાલા છે. જો કે હાલ ઓરીજનલ સિવાય અન્ય એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આ ગીત એક મુસ્લિમ સિંગર ફરમાની નાઝ એ ગાઈને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યું હતું અને એ પછી તેનું એ ગીત ઘણું વાયરલ થયું હતું. પણ ફરમાની નાઝના આ ગીત પર વિવાદનું વંટોળ ઊભું થયું છે અને કટ્ટર મુસ્લિમપંથી લોકો આ ગીત ગાવાનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા મુસ્લિમ સમર્થકો પણ સામે ગીતના વખાણ કરી રહ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર દેવબંધના મૌલાના ઈશાક ગોરાએ કહ્યું કે ‘ આપણે લોકતંત્રમાં છીએ, દરેકને પોતાનું કામ કરવાનો અધિકારી છે. ફરમાની નાઝ એક સિંગર છે. કોઈ ફતવો જાહેર કરવામાં આવ્યો નથી પણ હું એ પણ કહેવા માગું છું કે અમારો ધર્મ આ અનુમતિ નથી આપતો કે અન્ય ધર્મો માટે ભજન ગાય, આ શરિયતની સાથે સાથે ઈસ્લામ ધર્મના સિદ્ધાંતોની વિરુધ્ધ છે.

ત્યારે ગુજરાતની લોકપ્રિય ગાયક કલાકાર ફરીદા મીરે ફરમાની નાઝના ગીતનું સમર્થન કરતાં કહ્યું કે હું પણ એક મુસ્લિમ સિંગર છું. હું વર્ષોથી ભજન-ડાયરાઓ ગાઈ રહી છું. અગાઉ પણ ઘણા મુસ્લિમ સિંગર ગીત ગાઈ ચૂક્યા છે. કલાકારનો કોઈ ધર્મ હોતો નથી. મોહમ્મદ રફીએ પણ ભજનો ગાયા છે. માટે આ વિવાદનું કોઈ મૂળ જ નથી અને કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓએ ફરમાની નાઝ પર સવાલ ઉઠાવતા ફરીદા મીર બચાવમાં આવ્યા છે.

વિરોધ અને સમર્થનની આ જંગ વચ્ચે હવે સિંગર ફરમાની નાઝે તેની ચુપ્પી તોડી છે. જો કે આ ધર્મનો મુદ્દો ઉઠાવીને જે લોકો વિરોધ કરી રહ્યા હતા એ બધાને જવાબ આપતા સિંગર ફરમાની નાઝ એ કહ્યું હતું કે, ‘ એક આર્ટિસ્ટનો કોઈ ધર્મ નથી હોતો અને જ્યારે હું ગીતો ગાઉં છું ત્યારે ધર્મ જેવી વાતોને ધ્યાનમાં નથી રાખતી.’ આ સાથે જ સિંગર ફરમાની નાઝ એ આગળ કહ્યું હતું કે, ‘ મોહમ્મદ રફીએ અને માસ્ટર સલિમે પણ ભક્તિ ગીતો ગયા છે.’ આપને જણાવી દઇએ કે હાલ સિંગર ફરમાની નાઝના એ ગીતનો વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.