ભારતભરની નીચલી અદાલતોને સુપ્રીમ કોર્ટની ટકોર જાણો શું કહ્યું??

સુપ્રીમ કોર્ટે મંગળવારે દેશભરની લોઅર કોર્ટને સુનાવણી વખતે ખૂબ સાવધાન થઈને ટિપ્પણી કરવાના આદેશ આપ્યા છે અને કોર્ટે કહ્યું, આ ખૂબ જ જરૂરી છે કે કેસની સુનાવણી વખતે હાઈકોર્ટ અને લોએર કોર્ટ સમજી વિચારીને નિવેદન આપે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, હાલ મામલાની ઓનલાઈન સુનાવણી થાય છે અને આ સુનાવણીના કારણે તમારા નિવેદનોનો ઘણા દૂર સુધી પ્રભાવ પડે છે અને જ્યુડિશયલ સિસ્ટમમાં ટ્રાન્સપરન્સીની વાત કરતા તેમણે કહ્યું, ઓનલાઈન સુનાવણી આવી ગયા બાદ તેની પારદર્શિતા ક્યારેય નથી જોવામાં આવી.

ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને ન્યાયમૂર્તિ એ અમાનુલ્લાહની પીઠે કર્ણાટક હાઈકોર્ટના એક મામલાની સુનાવણી કરતા ગયા વર્ષે જુલાઈમાં આપવામાં આવેલા એક આદેશને રદ્દ કરતા પોતાના નિર્ણયમાં આ ટિપ્પણીઓ કરી.

તેમાં એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીના વિરૂદ્ધ એક જામીન અરજીની સનાવણી વખતે અમુક પ્રતિકુળ ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને પીઠે કહ્યું ટિપ્પણી ત્યારની કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેંચના એક જજે પોતાના આદેશમાં સીબીઆઈને એક અરજીકરતાના બેંક રેકોર્ડ ચેક કરવા કહ્યું હતું.

કોર્ટે તેમના નિર્ણયને રદ્દ કરતા રહ્યું, તેમજ કોર્ટ કાર્યવાહીના લાઈવ ટેલિકાસ્ટના કારણે કોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ દૂરગામી પરિણામ લાવી શકે છે. અને સામેના પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. જે આ કેસમાં જોઈ શકાય છે.

પીઠે કહ્યું, એવી પરિસ્થિતિમાં કોર્ટ માટે એ જરૂરી છે કે તે શામેના પક્ષો વિરૂદ્ધ ટિપ્પણી કરતા અને વધારે સતર્ક રહેવા કહે છે અને તેમણે કહ્યું- કોર્ટ પણ ટિપ્પણી ત્યારે જ કરે જ્યારે તે ઉચિત સ્ટેજ પર ઉચિત ઔચિત્યની સાથે ન્યાયિક હેતુઓ પુરા કરતા હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.