બોયકોટ મામલે ભડક્યો આ અભિનેતા, જાણો શુ કહ્યું??

વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. એવામાં એક-બે બોલીવુડ ફિલ્મ છે જેને બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હોય અને રક્ષાબંધનાનાં મોકા પર ગુરૂવારનાં દિવસે જ સિનેમાઘરોમાં બે મોટી બોલીવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી. એક આમીર ખાનની ફીમ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને બીજી અક્ષય કુમારની ફિલ્મ ‘ રક્ષાબંધન’. આ બંને ફિલ્મ બોક્સ ઓફઈફ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નથી. બોલીવુડને બૉયકોટ કરવાના ટ્રેન્ડને કારણે હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’, અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ અને શાહરૂખ ખાનની ‘પઠાણ’ મોકૂફ રાખવામાં આવી છે. બૉયકોટ બોલીવુડ ટ્રેન્ડના આ વિવાદ પર હવે અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી હતી.

અર્જુન કપૂરે બૉયકોટ બોલીવુડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘હવે સમગ્ર બોલીવુડ ઈન્ડસ્ટ્રીએ એકસાથે આવીને તેની સામે લડવું પડશે, કારણ કે હવે આ વાત ઘણી આગળ વધી રહી છે અને હવે યુઝર્સનો જવાબ આપવાનો વારો છે.’ એક મીડિયા સાથેની વાતચીતમાં અર્જુન કપૂરે આગળ કહ્યું હતું કે, “ઇન્ડસ્ટ્રીના લોકોએ ચૂપ રહીને ખોટું કર્યું, લોકો અમારા મૌનનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેઓ જે મનમાં આવે છે તે બોલી રહ્યા છે. પહેલા મને લાગ્યું હતું કે અમારું કામ બોલશે, શા માટે આવી પ્રતિક્રિયા આપીને હાથ ગંદા કરવા પણ હવે વાત ઘણી આગળ વધી રહી છે અને બોલીવુડને બૉયકોટ કરવાની લોકોની સિસ્ટમ હવે એમની આદત બની ગઈ છે.”

આગળ અર્જુન કપૂરે કહ્યું હતું કે, ‘ હવે બધાએ સાથે આવીને આવા લોકો સામે અવાજ ઉઠાવવો પડશે કારણ કે જે લોકો અમારા વિશે લખી રહ્યાં છે, હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે એ બધા લોકોને રિયાલિટી ખબર નથી અને જ્યારે અમે કોઈ ફિલ્મમાં કામ કરી છીએ તેમજ એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે છે તેનો મતલબ એમ છે કે અમારી ફિલ્મ સારી છે અને લોકોને અમારું કામ પસંદ આવ્યું છે. બોક્સઓફિસ પર અમારી અટકને કારણે નહીં, પણ અમારા કામને કારણે ફિલ્મ કમાણી કરે છે. લોકો એ તે વાત સમજવી પડશે.’

અર્જુન કપૂરે કહ્યું હતું કે, ‘ શુક્રવારે સવારે પહેલા લોકોમાં સ્પાર્ક હતો, નવી ફિલ્મને લઈને ઉત્તેજના હતી અને એ જ ઈન્ડસ્ટ્રીની ચમક હતી જે હવે ફિક્કી પડતી જાય છે અને જો કોઈ નવી ગાડી પર એકધારું કીચડ ઉછાળતા રહે તો કોઈ પણ ચકાચક ગાડીની ચમક ફિક્કી પડી જાય છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.