ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં દેખાઇ રહ્યો નથી અને હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર પણ વિરાટ કોહલી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ચાલી રહેલી સીમિત ઓવર્સની સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે અને હવે વિરાટ કોહલી આગામી મહિને એશિયા કપમાં કે ઝીમ્બાબ્વે ટૂર દ્વારા મેદાનમાં વાપસી કરી શકે છે. વિરાટ કોહલીના ખરાબ ફોર્મને લઈને ક્રિકેટ દિગ્ગજો પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. કોઈ તેને સપોર્ટ કરે છે તો કોઈ તેને ટીમમાંથી બહાર કરવાની વકીલાત કરે છે.
હવે વિરાટ કોહલીના ફોર્મને લઈને ભારતીય મહિલા ટીમના પૂર્વ કેપ્ટન અંજુમ ચોપડાનું નિવેદન સામે આવ્યું છે. અંજુમ ચોપડાનું માનવું છે કે, 33 વર્ષીય વિરાટ કોહલી ફોર્મમાં આવવા માટે દરેક સંભવિત પ્રયત્ન કરી રહ્યો છે. અંજુમ ચોપડાએ કહ્યું કે, વિરાટ કોહલી જાણે છે કે, તેણે ખરાબ ફોર્મમાંથી નીકળવા માટે શું કરવાનું છે અને તે સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે અને અંજુમ ચોપડાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે, વિરાટ કોહલી જાણે છે કે તેણે શું કરવું જોઈએ. જ્યારે તમે પોતાના સ્ટાન્ડર્ડ મુજબ સ્કોર નથી કરતા તો તમે વધારે પ્રેક્ટિસ કરો છો.
અંજુમ ચોપડાએ આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે તે પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ફોર્મમાં પાછો આવવા માટે બધુ કરતો રહેશે. જે રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલી રહી છે, પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. એક ખેલાડી માત્ર પ્રયાસ કરી શકે છે. તેના જેવો ખેલાડી આ ખરાબ પેંચમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ કેટલીક વખત વસ્તુ તમારા હિસાબે થતી નથી. તેણે ખેલાડીઓને ઓછા રન બનાવીને ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી રાખતા જોયો છે અને તો વિરાટ કોહલીની વાત આવે છે તો તે તેના માટે નિર્ધારિત હાઇ સ્ટાન્ડર્ડના કારણે ખરાબ લાગે છે.
તેણે એમ પણ કહ્યું કે, ભારતના પૂર્વ કેપ્ટન જલદી જ મોટો સ્કોર બનાવવાની શરૂઆત કરી દેશે. મેં ખેલાડીઓને 30-40નો સ્કોર બનાવીને ભારતીય ટીમમાં વર્ષો સુધી રમતા જોયા છે, પરંતુ તેના બેટથી નીકળેલા 30-40 રન ઓછા દેખાય છે કેમ કે તેણે પોતાના માટે એક માનાંક નક્કી કર્યો છે. મને વિશ્વાસ છે કે તે ભારતીય ટીમ માટે જલદી જ મોટો સ્કોર બનાવવાની શરૂઆત કરી દેશે. વિરાટ કોહલી ઇંગ્લેન્ડના પ્રવાસે 6 ઇનિંગમાં માત્ર 76 રન જ બનાવી શક્યો. સૌથી પહેલા એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતની પહેલી અને બીજી ઇનિંગને મળાવીને કોહલીએ કુલ 31 રનોનું યોગદાન આપ્યું અને ત્યારબાદ T20 સીરિઝની બે મેચમાં તે 1 અને 11 રન બનાવી શક્યો. ત્યારબાદ વન-ડે સીરિઝમાં વિરાટ કોહલીના ખરાબ ફોર્મની આશા હતી, પરંતુ એ મુજબ ન થઈ શક્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.