મેષ: ભાગ્યનો સાથ મળતો જણાય, પ્રવાસ-મુસાફરીના યોગ બને તેમજ સ્નેહી બંધુઓનો સાથ સહકાર મળે.
વૃષભ: નોકરી વેપારમાં સાનુકુળ સંજોગો રહે, માનસિક ચિંતાઓમાં રાહત મળે અને આરોગ્ય સારું રહેશે.
મિથુન: તબિયતમાં સુધારો થાય, હિત શત્રુઓથી સાચવવું, ખર્ચ પર નિયંત્રણ રાખવું, આરોગ્ય સાચવવું.
કર્ક: મનમાં રહેતા પ્રશ્નોનું નિરાકરણ આવે, ઘરમાં વાદ-વિવાદથી સાવધ રહેવું અને નવીન તકો મળે.
સિંહ: પ્રવાસ-પર્યટનની તકો મળે, સ્નેહીજનોને મળવાની તકો મળે તેમજ નાણાકીય ભીડ દૂર થાય.
કન્યા: મકાન-વાહન લેવાના યોગ બને, કામકાજમાં સારું રહે અને આરોગ્ય સારું રહે, ખાવામાં ધ્યાન રાખવું.
તુલા: તબિયત સંભાળવાની જરૂર, નાણા ભીડનો સામનો કરવો પડે અને કાર્યમાં વિઘ્ન થાય.
વૃશ્વિક: આવકમાં વૃદ્વિ થાય, દાંત,આંખ અને કાનના રોગથી સંભાળવવું, ઘરમાં સુખદ વાતાવરણનો અનુભવ થાય.
ધન: તબિયત સંભાળવાની ખાસ જરૂર છે અને અયોગ્ય ખર્ચ પર સાવધ રહેવું, કાર્યમાં અડચણો આવતી જણાય.
મકર: માનસિક તણાવ દૂર થાય, નવી આશા ફળે અને સ્નેહીઓ સાથ આપતા જણાય, પ્રવાસ સારો રહે.
કુંભ: પ્રયત્નો સફળ બને, ગૃહજીવનમાં સુખાકારી રહે, મિલન-મુલાકાત સફળ રહે, આરોગ્યા સારું રહે.
મીન: ખર્ચ વધતો જણાય અને તબિયતની કાળજી લેવી, ખાવામાં ધ્યાન રાખવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.