આગામી IPLની સીઝનમાં રમશે કે નહીં જાણો આ વિશે શું કહ્યું બેન સ્ટોકસે??

દુનિયાભરમાં વધતી T20 લીગના કારણે હાલના સમયમાં ઘણા ઈન્ટરનેશનલ ક્રિકેટર્સની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે તેમજ ખેલાડી આજકાલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કરતા વધુ ફ્રેન્ચાઈઝી લીગ તરફ આકર્ષિત થતા દેખાઈ રહ્યા છે. પરંતુ, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સનો અભિપ્રાય આ મામલામાં એકદમ અલગ છે અને સ્ટોક્સે સ્પષ્ટરીતે કહી દીધુ છે કે, તેને માટે ટેસ્ટ ક્રિકેટ કરતા વધુ બીજું કંઈ જ નથી. સાથે જ IPLની આવનારી સિઝનમાં તેનું રમવું પણ તેના ટેસ્ટ મેચોના શિડ્યૂલ પર નિર્ભર કરશે.

બેન સ્ટોક્સે સ્પષ્ટ કર્યું છે કે, 2023માં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની ભાગીદારી રાષ્ટ્રીય ટીમના કાર્યક્રમ પર નિર્ભર રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સ્ટોક્સે વનડે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈને સૌને ચોંકાવી દીધા હતા અને વર્લ્ડના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક સ્ટોક્સનું કહેવુ છે કે, તેના માટે ટેસ્ટ ક્રિકેટ રમવા કરતા વધુ મહત્ત્વપૂર્ણ બીજું કંઈ નથી. તેનું IPLની આવનારી સિઝનમાં રમવું પણ તેના કાર્યક્રમ પર જ નિર્ભર કરશે.

સ્ટોક્સે પોતાની ડોક્યૂમેન્ટ્રી સીરિઝ બેન સ્ટોક્સ: ફીનિક્સ ફ્રોમ ધ એશિઝ જાહેર કરવાના અવસર પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આ કાર્યક્રમ સાથે સંકળાયેલો મુદ્દો છે. અમારે એ જોવુ પડશે કે આગળ કયા પ્રકારનો કાર્યક્રમ છે. પરંતુ, હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે, ટેસ્ટ ક્રિકેટ મારા માટે સર્વોપરિ છે અને મારા બધા જ નિર્ણય ટેસ્ટ મેચોના કાર્યક્રમ પર જ નિર્ભર હશે. હવે હું કેપ્ટન છું અને આવુ કરવું મારી જવાબદારી છે અને અત્યારસુધી 84 ટેસ્ટ મેચોમાં 5320 રન બનાવનારા અને 185 વિકેટ લેનારા 31 વર્ષીય સ્ટોક્સે IPLને શાનદાર ટૂર્નામેન્ટ ગણાવી પરંતુ, વ્યસ્ત કાર્યક્રમમાંથી તક મળવા પર જ તે તેમા રમશે.

સ્ટોક્સે કહ્યું, હું ચાર વર્ષ IPLમાં રમ્યો છું અને જ્યારે પણ હું તેમા રમવા માટે ગયો મને ખૂબ જ સારું લાગ્યું. IPL શાનદાર ટૂર્નામેન્ટ છે, તેમા તમને દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ અને કોચો સાથે કામ કરવાની તક પણ મળે છે અને આ ટૂર્નામેન્ટનો હિસ્સો બનવું અદ્ભુત અનુભવ રહ્યો છે, પરંતુ મેં અગાઉ કહ્યું તેમ IPLના સમય સાથે કાર્યક્રમ પર પણ ધ્યાન આપવું પડશે. ઈંગ્લેન્ડના ક્રિકેટર હોવાના નાતે અમારો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત રહે છે અને અમે આખુ વર્ષ રમતા રહીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સે સ્ટોક્સને નીલામીમાં આશરે 20 લાખ ડૉલરમાં ખરીદ્યો હતો. પરંતુ, ક્રિકેટમાંથી બ્રેક લેવા અને પારિવારિક સમસ્યાઓના કારણે સ્ટોક્સ IPL ના રમી શક્યો અને આ પહેલા તે રાજસ્થાન ઉપરાંત રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે પણ IPLમાં રમી ચુક્યો છે. તેણે IPLમાં અત્યારસુધી કુલ 43 મેચ રમી છે જેમા 2 સદી અને 2 હાફ સેન્ચ્યૂરી સાથે તેના નામે 920 રન નોંધાયેલા છે. તેમજ તેણે 28 વિકેટ પણ લીધી છે આમ તેણે 2017માં પોતાનું IPL ડેબ્યૂ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.