ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 20 ડીસેમ્બરના રોજ એક દિવસ માટે મળવા જઈ રહ્યું છે. ત્યારે વિધાનસભાના સ્પીકરને લઈને ઘણા સમયથી કેટલાક નામોને લઈને અટકળો ચાલતી હતી
News Detail
અગાઉ કોનું નામ જાહેર થશે તેને લઈને અટકળો હતો ત્યારે ભાજપ તરફથી શંકર ચૌધરીનું નામ વિધાનસભાના અધ્યક્ષ તરીકે અને જેઠા ભરવાડનું નામ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જાહેર કરાયું છે આ બન્ને નામો પર મહોર મારવામાં આવી છે. શંરક ચૌધરીના નામની શક્યતા છેલ્લા કેટલાક દિવસથી ચાલતી હતી.
જ્યારે 19 તારીખે પ્રોટેમ સ્પીકર દ્વારા સોગંધવિધી ધારાસભ્યોની કરાશે ત્યારે બીજા દિવસે 20 તારીખે દિવસે સત્ર એક દિવસનું વિધાનસભાનું મળવા જઈ રહ્યું છે. જો કે, આ નામ પાર્ટી તરફથી આવતું હોય છે જેની સત્તાવાર જાહેરાત આજે કરાઈ છે. ભાજપની સરકાર ફરી એકવાર સત્તાવાર રીતે બની છે ત્ચારે આ વખતે ફરી ભાજપે પાર્ટી તરફથી શંકર ચૌધરીનું નામ સ્પીકર તરીકે નક્કી કર્યું છે. તેમનું નામ લગભગ પહેલાથી જ ફિક્સ જ માનવામાં આવતું હતું. ભાજપમાંથી તેઓ અગાઉ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે તેઓ હવે નવા સ્પીકર બનશે.
ભાજપમાંથી આપશે તેઓ રાજીનામું
શંકર ચૌધરી સ્પીકર બનતા ભાજપ પાર્ટીમાંથી રાજીનામું આપવું ફરજીયાત હોય છે કેમ કે, પ્રોટોકોલ પ્રમાણે આ નિમય ફોલો કરવાનો હોય છે. સ્પીકરમાં ત્રણ નામો એક સાથે ચાલતા હતા જેમાં રમણ વોર, ગણપત વસાવા આ બન્નેના નામો પણ હતા.
અગાઉ અમિત શાહે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ચૂંટો અમ તેમને મોટા બનાવીશું
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પ્રતિધિત્વ મળવું જોઈએ તેમને પ્રતિનિધીત્વ મળ્યું નથી. ત્યારે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બનાસકાંઠા જઈને પ્રકાર દરમિયાન કહ્યું હતું કે, તમે તેમને ચૂંટીને મોકલો અમે તેમને મોટા બનાવીશું. ત્યારે હવે શંકર ચૌધરીનું નામ સ્પીકર તરીકે સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.