જાણવા જેવું / રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના પણ આધાર કાર્ડની એપ્લિકેશનનો કરી શકો છો ઉપયોગ, જાણો MAadhaar સંબંધિત તમામ જાણકારી

આધાર કાર્ડ (Aadhaar Card) આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તેનો ઉપયોગ શાળામાં, મુસાફરી, કોલેજમાં પ્રવેશ, બેંક એકાઉન્ટ ખોલાવવા, જ્વેલરી ખરીદવા વગેરે તમામ કામો માટે થાય છે

News Detail

આધાર કાર્ડ (Aadhaar Card) આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તેનો ઉપયોગ શાળામાં, મુસાફરી, કોલેજમાં પ્રવેશ, બેંક એકાઉન્ટ ખોલાવવા, જ્વેલરી ખરીદવા વગેરે તમામ કામો માટે થાય છે. આધારની વધતી જતી ઉપયોગિતાને કારણે તેને દરેક સમયે તમારી સાથે રાખવું જરૂરી છે, પરંતુ જો તમે હંમેશા આધાર સાથે રાખો છો, તો તેને ગુમાવવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં તમે ફિજિકલ આધાર કાર્ડને બદલે mAadhaar મોબાઈલ એપનો ઉપયોગ કરી શકો છો. આ એપની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર (Aadhaar Registered Mobile Number) તેમજ નોન-રજિસ્ટર્ડ મોબાઈલ નંબર (Non-Registered Mobile Number) ધરાવતા યુઝર્સ કરી શકે છે. એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર્સ આ એપનો ઉપયોગ કરી શકે છે. જો તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર આ એપનો ઉપયોગ કરો છો, તો તમે તેનો સંપૂર્ણ લાભ મેળવી શકતા નથી. ચાલો જાણીએ તેના વિશે.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળે છે તમામ ફીચર્સનો લાભ

જો તમે આ mAadhaar એપમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વડે લોગીન કરો છો, તો તમને આ એપની તમામ સુવિધાઓનો લાભ મળશે. મોબાઈલમાં આ એપ ડાઉનલોડ કર્યા બાદ લોગિન કરવા માટે મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જો તમે તેમાં તમારો આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો છો, તો તમે આ એપની તમામ સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો.

નોન-રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર નહીં મળે તમામ ફીચર

જો તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર mAadhaar મોબાઈલ એપમાં લોગિન કરો છો, તો તમને કેટલીક સેવાઓનો લાભ મળશે જેમ કે તમે આધાર રિપ્રિન્ટ ઓર્ડર કરી શકો છો. આ ઉપરાંત તમે નજીકના આધાર સેન્ટર વિશે માહિતી, QR કોડ સ્કેન જેવી કેટલીક સુવિધાઓનો લાભ લઈ શકો છો. પરંતુ તમે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ આધારનો ઉપયોગ કરી શકો છો. તે જ સમયે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે, તમે એપ્લિકેશનની 35 થી વધુ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો.

જાણો mAadhaar એપ દ્વારા ઈ આધાર ડાઉનલોડ કરવાની રીત

  1. સૌથી પહેલા તમારા મોબાઈલ પર mAadhaar એપ ડાઉનલોડ કરો
  2. એપ ડાઉનલોડ કર્યા પછી તમે mAadhaar એપ પર પ્રોફાઈલ બનાવવા માટે સૌથી પહેલા Register Aadhaar ઓપ્શન પર ક્લિક કરો
  3. પછી તમે 4 આંકડાનો તમારું Password બનાવો
  4. પછી તમારી પાસેથી આધાર ડિટેલ્સ માગવામાં આવશે, જેને તમારે ફિલ કરવાની રહેશે
  5. આગળ તમારા Registered Mobile નંબર પર એક ઓટીપી આવશે. આ OTPને વેબસાઈટ પર દાખલ કરો
  6. તેના પછી તમારો આધાર નંબર mAadhaar એપમાં રજિસ્ટર્ડ થઈ જશે
  7. તેના પછી મેન્યૂમાં My Aadhaar ટેબ પર ક્લિક કરો
  8. અહીં 4 નંબરનો પિન નાખો અને થોડાક જ સેકન્ડમાં તમારું આધાર તમારી સામે ખુલી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.