Kocharab Ashram: અમદાવાદના નવા કોચરબ આશ્રમનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ, તસવીરોમાં જુઓ કેટલો બદલાયો

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ પહેલા કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. જુઓ નવા રૂપરંગમાં કેવો લાગે છે કોચરબ આશ્રમ.

News18 Gujarati

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જેમા તેમણે પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું લોકાર્પણ કર્યુ છે. મહાત્મા ગાંધીએ દેશમાં અંગ્રેજો સામે અહિંસાની લડત ચલાવવા માટે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. અમદાવાદમાં પાલડી ખાતે આવેલો કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળમાં અનેરું મહત્વ ધરાવે છે. આ મહત્ત્વના આશ્રમની કાયા પલટ થઇ છે. ત્યારે આજે આપણ જોઇએ કોચરબ આશ્રમ કેટલું બદલાયુ

News18 Gujarati

આજે પીએમ મોદીએ પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું લોકાર્પણ કર્યુ છે. મહાત્મા ગાંધીએ દેશમાં અંગ્રેજો સામે અહિંસાની લડત ચલાવવા માટે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. અમદાવાદમાં પાલડી ખાતે આવેલો કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળમાં અનેરું મહત્વ ધરાવે છે. મોટાભાગના લોકો સાબરમતી આશ્રમ વિશે તો જાણે છે પરંતુ કોચરબ આશ્રમ અંગે બહું જાણતા નથી
News18 Gujarati

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ પહેલા કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. શરૂઆતમાં ગાંધીજી આ આશ્રમમાં રહેતા હતા. એવું કહેવાય છે કે, પહેલા અમદાવાદ હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં વધારે સારી રીતે થઈ શકે તે માટે અનેક લોકોની ઈચ્છાથી ગાંધીજીએ અમદાવાદને પસંદ કર્યું હતું.

News18 Gujarati

ગાંધીજીએ તે સમયે તેમના મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ પાસેથી અંદાજિત રૂ. 2 ના ભાડા પેટે આ જગ્યા લીધી હતી. 20 મે, 1915 એ આ આશ્રમનું વાસ્તુપૂજન કર્યું અને 22 મે, 1915 ના દિવસે કેટલાક અનુયાયીઓ સાથે તેઓ અહીં આવી વસ્યા હતા.

News18 Gujarati

જોકે કોચરબ આશ્રમમાં મુકાયેલી તકતીમાં આશ્રમની સ્થાપનાની તારીખ 25 મે, 1915 લખવામાં આવી છે. ગાંધીજી એવું માનતા હતા કે, વ્યક્તિગત ગુણ વિકાસ અને સામાજિક પરિવર્તન સાધવા માટે આશ્રમ આવશ્કય છે. જેમાં પ્રયોગશાળા અને તાલીમ કેન્દ્ર પણ હોવું જોઈએ.

News18 Gujarati

ગાંધીજીએ પત્રમાં લખ્યું છે કે, મિત્રોની સાથે સારી પેઠે ચર્ચા કરી. છેવટે આશ્રમનું નામ સત્યાગ્રહાશ્રમ રાખવામાં આવ્યું. મારું જીવન સત્યની શોધને અર્પાયેલું છે. તેની શોધને સારું જ જીવવવાનું અને જરૂર જણાય તો મરવાનો આગ્રહ છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સટોય આશ્રમની સ્થાપના કરી હતી. ભારત પરત ફરી તેમણે સમયાંતરે કોચરબ, સાબરમતી અને વર્ધા આશ્રમની સ્થાપના કરી. જેમાં સમાજના દરેક વર્ગને સાથે રાખીને અહિંસક સમાજની રચના અને આઝાદી કેવી રીતે મેળવી શકાય તે માટેના પ્રયોગો શરૂ કર્યા

News18 Gujarati

ગાંધીજીએ સત્ય, અહિંસા અને સ્વદેશી સહિતના 11 વ્રતો પાળવાના હતા. શરૂઆતમાં અહીં ગાંધીજી સાથે 20-25 લોકો જ રહેતા હતા. જોતજોતામાં આશ્રમમાં 80 લોકોની સંખ્યા થઈ ગઈ. જેથી આશ્રમ નાનો પડવા લાગ્યો અને સમય જતાં આશ્રમને સાબરમતી ખાતે ખસેડવામાં આવ્યો. હાલમાં આ આશ્રમનું સંચાલન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે.
News18 Gujarati

કોચરબ આશ્રમના કર્મચારીએ જણાવ્યું હતું કે અહીં રહેવા માટે 10 રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં દરેક વ્યક્તિએ ગાંધીવાદી ફિલસૂફી મુજબ દિનચર્યા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોચરબ આશ્રમના એક્ટિવિટી સેન્ટરમાં બાળકોને ચરખા બનાવવા, માટીના રમકડા બનાવવા, સાવરણી બનાવવા, સુથારીકામ વિશે માહિતગાર કરવામાં આવશે. જેના દ્વારા બાળકો ટેક્નોલોજીના વધતા પ્રભાવ વચ્ચે મૂળભૂત બાબતોને ભૂલી ન જાય.

News18 Gujarati

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમ ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે હૃદય કુંજની મુલાકાત લેશે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ અભય ઘાટ નજીકના મેદાનમાં કોચરબ આશ્રમ કે જે નવેસરથી નિર્માણ કરાયો છે તેનું લોકાર્પણ કરશે તેવી જ રીતે સાબરમતી આશ્રમ સંકુલ અને આસપાસના વિસ્તારને સ્મારક અને પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરવા 1200 કરોડના માત્ર પ્લાન સાથેનું ભૂમિ પૂજન કરશે

News18 Gujarati

(નવા કોચરબ આશ્રમની તસવીર
News18 Gujarati

(જુના કોચરબ આશ્રમની તસવીર)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.