ગીર સોમનાથ : ‘મહા’વાવાઝોડાના (Cyclone Maha) કારણે ગીર સોમનાથ જિલ્લામાં (Gir somnath) શુક્રવારની મધ્યરાત્રિએ વરસેલા વરસાદે તારાજી સર્જી છે. જિલ્લાના કોડિનાર શહેરના (Kodinar) માર્કેટિંગ યાર્ડ (APMC)માં આવેલી 8 હજાર ગુણી મગફળી (Groundnuts)ની ગુણી પલળી જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ આ મગફળી જે વેપારીઓએ ખરીદી અને બીલ ચુકવણી કરી હતી તેમના માથે પણ નુકશાનીનું સંકટ તોળાઈ રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર, ઉના, કોટડા, માઢવાડ, બાવાના પીપળવા, સહિતના દરિયા કાંઠે એક કલાકમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે લાભ પાંચના શુભ મહૂર્તે કોડિનાર APMCમાં મોટી માત્રામાં મગફળીની આવક થઈ હતી. આ મગફળી વરસાદમાં પલળી જતા પાણીમાં તરતી જોવા મળી હતી. જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પણ ગતરાત્રિએ વરસાદ વરસ્યો છે અને ઠેકઠેકાણેથી ખેતીની નુકશાનીના દૃશ્યો આવી રહ્યા છે.
APMC જેવી જ સ્થિતિ ખેતરોમાં પણ જોવા મળી છે. કોડિનાર, વેરાવળ અને ઉના તાલુકાના ગામોમાં તેમજ સંઘ પ્રદેશ દીવમાં ‘મહા’ વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદ થયો છે. આ સ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં આવેલી મગફળીને નુકશાની થયું હોવાના અહેવાલો આવ્યા છે. આ તારાજી બાદ સરકાર ખેડૂતોનેસહાય કરે છે કે નહીં તે મોટો પ્રશ્ન સર્જાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.