ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં પહેલી ટેસ્ટનો 17 ડિસેમ્બરથી પ્રારંભ થવા જઈ રહયો છે ત્યારે બંને ટીમોએ જીત માટે કમર કસવા માંડી છે.
સ્વાભાવિક રીતે જ ઓસ્ટ્રેલિયાના ટાર્ગેટ પર ભારતીય કેપ્ટન અને આધારભૂત બેટસમેન વિરાટ કોહલી છે.વિરાટને રોકવા માટે ઓસ્ટ્રેલિયન ટીમે ખાસ પ્લાન તૈયાર કર્યો છે તેવો ખુલાસો ઓસી કોચ જસ્ટિન લેન્ગરે કર્યો છે.લેંગરે કહ્યુ હતુ કે, વિરાટ જેટલો મહાન ખેલાડી છે તેટલો ગ્રેટ લીડર પણ છે.ઓસી ખેલાડીઓ વિરાટની બેટિંગનો આદર કરે છે પણ વિરાટ માટે અમારી પાસે એક ખ્લાસ પ્લાન તૈયાર છે.આ પ્લાનને અમારે યોગ્ય રીતે અમલમાં મુકવો પડશે.જેથી કોહલીને અમે રન બનાવતા રોકી શકીએ અને તે દબાવમાં આવીને વિકેટ ગુમાવી દે.
લેન્ગરે સ્પષ્ટ કહ્યુ હતુ કે, આવુ કરવા માટે અમે સ્લેજિંગનો સહારો નથી લેવાના અને અમારી યોગ્યતા અને આવડત પર પ્લાનને અંજામ આપીશું.મેં હંમેશા કહ્યુ છે કે, જે બેસ્ટ ખેલાડીઓ છે તે કોઈ પણ સ્થિતિને અનુકુળ થતા હોય છે.તેમના માટે મેચનુ ફોર્મેટ કે મેચ પિંક બોલથી રમાવાની છે તે વાત બહુ મહત્વ રાખતી નથી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસી વચ્ચે આ ડે નાઈટ ટેસ્ટ મેચ છે અને તે પિન્ક બોલથી રમાવાની છે.ચાર ટેસ્ટની સિરિઝમાં કોહલી પહેલી ટેસ્ટ રમીને ભારત પાછો ફરવાનો છે.ત્યારે કોહલીની બેટિંગ પર પહેલી ટેસ્ટમાં ભારતના પ્રદર્શનનો મોટો આધાર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.