કોઇ પણ લક્ષણને હળવાશથી ન લેશો,ડૉક્ટર્સ પણ લક્ષણ જાણીને રહી ગયા દંગ

બેચેની, પેટમાં દુખાવો, ઝાડા અને કમજોરી આ બધી સમસ્યાઓ એવી છે કે જે ગરમીમાં સામાન્ય રીતે કોઇને પણ થઇ શકે છે પરંતુ હવે વધારે સાવધાન રહેવાની જરૂર છે .

કોરોનાના લક્ષણ ન દેખાય તેવા લોકો પણ સંક્રમિત હોય છે.

કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે.

કોરોનાનો નવો વેરિએન્ટ ખુબ ખતરનાક છે. તે માત્ર શ્વસન પ્રણાલી પર હુમલો નથી કરતુ પરંતુ અલગ અલગ દર્દીઓને અલગ અલગ રીતે પ્રભાવિત કરી રહ્યો છે. આવામાં કોઇ પણ પ્રકારના લક્ષણને હલકામાં ન લઇ શકાય. કેટલાક દર્દીઓતો સાજા થવામાં ઘણો સમય લઇ રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.