ચીનનાં 24 પ્રાંતોમાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે, આ દરમિયાન ચીનનાં જળ વૈજ્ઞાનિક વાંગ વેઇલુઓએ થ્રી ગોર્જ ડેમની સુરક્ષા પર સવાલ ઉઠાવતા ચેતવણી જારી કરી છે, આ ડેમ તુટી શકે છે, અત્રે ઉલ્લેખનિય છે કે દક્ષિણ ચીનમાં 1 જુનથી શરૂ થયેલા આંધી અને તોફાનથી 7300થી વધુ ઘરોને ધરાશાઇ કર્યા છે, સોમવાર સવાર સુધી તેનાથી લગભગ 80 લાખ લોકો પ્રભાવિત થઇ ચુક્યા છે, તેનાથી લગભગ 29 લાખ ડોલરનું નુકસાન થવાની સંભાવના છે.
તાઇવાન ન્યુઝ મુજબ સતત થઇ રહેલા વરસાદથી દુનિયાનો સૌથી મોટી જળ વિધ્ધુત પરિયોજનાને સંભવિત નુકસાનથી ચીનનનાં લોકો ચિંતિત છે, ન્યુ ટોકનાં રિપોર્ટ મુજબ સરકારે લોકોને આશ્વાશન આવ્યું છે કે બંધનું કામ મજબુત છે, તેમ છતા વાંગે દાવો કર્યો છે કે બંધ જોખમમાં છે.
વાંગે જણાવ્યું કે બંધની ડિઝાઇન, નિર્માણ, અને ગુણવત્તા નિરીક્ષમ આ તમામ એક જ ગૃપ દ્વારા કરવામાં આવી હતું, આ યોજના ખુબ ઝડપથી સમાપ્ત થઇ હતી, તેમણે એટલા સુધી કહ્યું કે ચીનનાં જળસંસાધન પ્રધાન યે જિયાનચુને 10 જુને પ્રેસ કોન્ફરન્સમાં સ્વિકાર કર્યો કે દેશમાં ઓછામાં ઓછી 148 નદીઓનું જળસ્તર જોખમનાં નિશાનથી ઉપર છે.
સીટી વાંગનાં રિપોર્ટ મુજબ એક વર્ષ પહેલા બંધ પરનાં કાટને બતાવતી તસવીરો પર સવાલ ઉઠાવવાંની જગ્યાએ વાંગે કહ્યું કે એક ગભીર ચિંતા તિરાડો અને કોંન્ક્રીટ પણ હલકી કક્ષાનું છે, તે તેનાં બાધકામ વખતે વપરાયું હતું, તેમણે કહ્યું કે યાંગ્ત્ઝી નદીનાં નિચલા ભાગમાં રહેનારા લોકો માટે ભયાનક સ્થિતી ઉત્પન્ન થઇ શકે છે, તેમને ત્યાંથી નિકાળવા માટે તાત્કાલિક તૈયારીઓ કરવી જોઇએ.
રેડિયો ફ્રાન્સને આપેલા એક ઇન્ટર્વ્યુંમાં ચીનનાં આ જળ નિષ્ણાતે જળાશયનાં સંભવિત જોખમનો સ્વિકાર કરવાથી ઇન્કાર કરવા માટે ચીનની સરકાર અને સરકારી મિડિયાની પણ ટીકા કરી, તેમણે ક્હયું કે જે વૈજ્ઞાનિકો સાચું બોલે છે તેમની સાથે ગુનેગારો જેનું વર્તન કરવામાં આવે છે.
CNTVનાં જણાવ્યા અનુસાર થ્રી ગોરજેસ ડેમની અંદર પાણી એકત્રિત થતું રહ્યું અને જોખમનાં સ્તરથી બે મિટર ઉપર આવી ગયું છે, જો કે બંધને બિંજીંગ દ્વારા માનવ ઇતિહાસમાં સૌથી મોટી એન્જીનિયરિંગ ઉપલબ્ધિઓ પૈકીનો એક માનવામાં આવી કહ્યો છે, પરંતું તેની ડિઝાઇન પર સવાલો ઉઠાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.