કોલ્હાપુરમાં બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવકોને ભરખી ગયો કાળ; ચાર ગંભીર..

Maharashtra Accident: મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક દર્દનાક અકસ્માત થયો છે. જેમાં રાધાનગરી તાલુકાના સરવડેમાં બુધવારે ટ્રક અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ત્યારે આ ભયાનક અકસ્માતમાં એક જ પલકારામાં એક જ ગામના ત્રણ યુવકોના (Maharashtra Accident) ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

બોલેરો અને ટ્રક વચ્ચે ગત રાત્રે 12.30 વાગ્યાની આસપાસ અથડાયા હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં સોલંકુર ગામના ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ભયાનક અકસ્માત નિપાણી દેવગઢ સ્ટેટ હાઈવે પર સરવડે-માંગેવાડી વચ્ચે થયો હતો. ત્યારે મૃતકોની ઓળખ શુભમ ચંદ્રકાંત ધવરે (28), આકાશ આનંદ પરીત (23) અને રોહન સંભાજી લોહાર (24) તરીકે થઈ છે.

આ લોકો થયા ઘાયલ

આ અકસ્માતમાં રૂત્વિક પાટીલ, ભરત ધનાજી પાટીલ, સૌરભ સુરેશ તેલી અને સંભાજી લોહાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની છત્રપતિ પ્રમિલા રાજે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 11 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ પછી સરવડે નદીના પુલ પાસે એક ટ્રક (KA 28 AA 8206) બોલેરોને ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું કે અથડામણ બાદ ટ્રક ચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી ગયો હતો.

આરોપી ટ્રક ચાલકની ધરપકડ

રાધાનગરી પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બોલોરોમાં સાત લોકો હતા અને તેઓ રાધાનગરી તહસીલના સોલંકુર ગામમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. રાધાનગરી પોલીસે આ અકસ્માત સંદર્ભે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આરોપી ટ્રક ડ્રાઈવરની ઓળખ ગદ્દિયપ્પા પરશુરામ રાઠોડ (ઉંમર 42) તરીકે થઈ છે, જે કર્ણાટકના યાદગીરનો રહેવાસી છે. ગણેશોત્સવ નિમિત્તે બનેલા આ અકસ્માતથી મૃતકના ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.