– મમતા બેનર્જીએ 25 મેથી શરૂ થનાર ઘરેલૂ ફ્લાઇટ્સ સેવાને સ્થગિત કરવા માટે કેન્દ્રને અપીલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે મોદી સરકારને અપીલ કરી છે કે ચક્રવાતી તોફાન એમ્ફાને રાજ્યના કેટલાય વિસ્તારને નુકશાન પહોંચાડ્યુ છે. એવામાં પશ્ચિમ બંગાળમાં થોડાક સમય સુધી ફ્લાઇટ્સ સેવા સ્થગિત રાખવામાં આવે.
તોફાનથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા બાદ કોલકતા પરત આવ્યા બાદ મીડિયાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યુ કે, ‘અમે કુદરતી હોનારતની આપત્તિનો સામનો કરી રહ્યા છીએ, એટલા માટે થોડાક દિવસ સુધી રાહ જોવી યોગ્ય રહેશે. 25મે ની જગ્યાએ જો કેન્દ્ર સરકાર ફ્લાઇટ્સ સેવાને 30 મે સુધી ટાળી દેશે તો અમે યોગ્ય રીતે તેના માટે વ્યવસ્થાઓ કરી શકીયે.’
મમતા બેનર્જીએ કહ્યુ, ‘રાજ્ય સરકારને તૈયારી કરવા માટે ભારત સરકારે થોડાક દિવસનો સમય આપવો જોઇએ, કારણ કે રાજ્ય તંત્ર ચક્રવાત બાદ રાહત અને પુનસ્થાપનના કામમાં વ્યસ્ત હતુ.’ તેમણે કહ્યુ, હું જાણું છું કે જનતાને નુકશાન થશે. જે લોકો પરત આવવા માંગે છે તો હું તેમનું સ્વાગત કરુ છું. તેમને એક ક્વોરન્ટાઇન સેન્ટરમાં રહેવાની પણ જરૂર નથી, અમે અહીં સુનિશ્ચિત કરીશું કે તેમને ઘરે રહેવાની સુવિધા મળે. ઓછામાં ઓછા અમને ત્રણ દિવસનો સમય આપે.’
મમતાએ કહ્યુ, ‘આ ઇમરજન્સી, ઇદ અને હોનારત બધુ એકસાથે આવી પડ્યુ છે. હાલ પર્યાપ્ત વાહન નથી ચાલી રહ્યા. લોકડાઉન પણ ચાલી રહ્યુ છે. આ પણ એક સમસ્યા છે. આટલા લોકો પોતાના જીલ્લામાં કેવી રીતે પહોંચશે?’
રાજ્યના મુખ્ય સચિવે કેન્દ્ર સરકારને પત્ર લખવાનો આદેશ આપતા મમતા બેનર્જીએ કહ્યુ કે જો જરૂરી હોય તો ભારત સરકાર પહેલા નોર્થ બંગાળના બાગડોગરા એરપોર્ટથી સંચાલન ફરીથી શરૂ કરી શકે છે.
મમતાએ કહ્યુ, ‘જો આટલા બધા લોકો એક સાથે આવશે તો તેમની સ્ક્રીનિંગ કરીયે કે આ કુદરતી હોનારત સામે કાર્યવાહી કરીયે. જ્યાં એરપોર્ટ છે તે જિલ્લો સમગ્ર પણ તોફાનથી અસરગ્રસ્ત વિસ્તાર છે. તેમની પાસે એક વિકલ્પ છે ઉત્તર બંગાળ જવાનો. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે તેમને બાગડોગરામાં 28 મેથી અને કોલકતામાં 30 મેથી સંચાલન શરૂ કરવા દે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.