કોલકાતા કેસમાં ન્યાય માટે લડત ચલાવતી એક્ટ્રેસને જ અપાઇ રેપની ધમકી, શેર કર્યા સ્ક્રીનશૉટ..

Kolkata Rape Case Latest News: કોલકાતા રેપ અને મર્ડર કેસ સામે વિરોધ દર્શાવવા બદલ પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી મિમી ચક્રવર્તીને બળાત્કારની ધમકીઓ મળી

Kolkata Rape Case : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલા બળાત્કારના કેસને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી મિમી ચક્રવર્તીને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. તેણે આ અંગે સાયબર પોલીસને પણ જાણ કરી છે. 9 ઓગસ્ટના રોજ કોલેજના સેમિનાર હોલમાં બળાત્કાર અને હત્યા કરાયેલા તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી મિમી ચક્રવર્તીએ કહ્યું છે કે, કોલકાતા રેપ અને મર્ડર કેસ સામે વિરોધ દર્શાવવા બદલ તેને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા પર અભદ્ર મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, તેણે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જોકે બંગાળી ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોએ વિરોધમાં હાજરી આપી હતી.

આ સાથે મીમીએ લખ્યું, અમે મહિલાઓ માટે ન્યાયની માંગ કરી રહ્યા છીએ, ખરું ને? આ તેમના કેટલાક ઉદાહરણો છે. જ્યાં ભીડમાં માસ્ક પહેરેલા, ઝેરી માણસો દ્વારા બળાત્કારની ધમકીઓ સામાન્ય કરવામાં આવી છે જેઓ કહે છે કે તેઓ મહિલાઓ સાથે ઉભા છે. શું ઉછેર અને શિક્ષણ આને મંજૂરી આપે છે? અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આનાથી સંબંધિત કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે અને કોલકાતા પોલીસના સાયબર સેલ વિભાગને ટેગ કર્યા છે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ શું હતું ?

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો હતો કે, મહિલા ડૉક્ટરના શરીર પર 16 બાહ્ય અને 9 આંતરિક ઈજાના નિશાન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેના જનનાંગમાં બળજબરીથી ‘પ્રવેશ’ કરવાના ક્લિનિકલ પુરાવા છે-જે જાતીય હુમલાની શક્યતા દર્શાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મહિલા ડૉક્ટરને 16 બાહ્ય ઈજાઓ થઈ હતી. જેમાં તેના ગાલ, હોઠ, નાક, ગરદન, હાથ અને ઘૂંટણ પર ઉઝરડાનો સમાવેશ થાય છે. તેના પ્રાઈવેટ પાર્ટ પર પણ ઈજાઓ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ ઈજાઓ ડૉક્ટરના મૃત્યુ પહેલા થઈ હતી અને માથા, ગરદન અને શરીરના અન્ય ભાગોના સ્નાયુઓના ઘા સહિત નવ આંતરિક ઘાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.