કોલકાતા ગવર્નરનો ગંભીર આક્ષેપ, મમતા બેનરજી વારંવાર મારું અપમાન કરે છે

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે ફરી એકવાર મમતા સરકાર અને ગવર્નર જગદીપ ધનખડ આમને- સામને આવી ગયા હતા. રાજ્ય વિધાનસભામાં ગવર્નરનાં પ્રવેશ માટેનાં દરવાજે તાળાં માર્યા હોવાથી અને તે બંધ હોવાથી ધનખડ વિફર્યા હતા અને નાટકીય રીતે ધરણા પર બેસી ગયા હતા. તેમણે તરત જ મીડિયા સામે હોબાળો મચાવ્યો હતો અને મમતા સરકારની કાર્યપદ્ધતિ સામે આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિધાનસભાનો ગવર્નરનાં પ્રવેશ માટેનો દરવાજો બંધ હોય તે આપણી લોકશાહીનાં ઇતિહાસ માટે શરમજનક છે. આવી સ્થિતિ મારા માટે અપમાનજનક છે. જોકે, પછીથી ગવર્નરે વિધાનસભાનાં બીજા ગેટ પરથી એન્ટ્રી લીધી હતી. તેમણે કહ્યું કે, વિધાનસભાનું સત્ર બે દિવસ માટે સ્થગિત રાખવામાં આવે તેનો મતલબ એવો નથી કે વિધાનસભાને બંધ રાખવામાં આવે. વિધાનસભામાં રજૂ કરવામાં આવનાર ખરડાઓને ગવર્નરની મંજૂરી મળી ન હોવાથી સ્પીકર દ્વારા વિધાનસભાનાં સત્રને બે દિવસ માટે સ્થગિત કરાયું હતું ત્યારે જ આ નવો વિવાદ સર્જાયો હતો.

ગયા શુક્રવારે ગવર્નર ધનખડે આક્ષેપ કર્યો હતો કે સીએમ મમતા બેનરજી દ્વારા વારંવાર તેમનું અપમાન કરવામાં આવે છે અને નિયમિત રીતે બ્રિફિંગ કરાતું નથી.

ભોજન માટે આમંત્રણ આપીને સ્પીકર, અન્ય સભ્યો જ ગુમ

ગવર્નર ધનખડે કહ્યું કે, મને સ્પીકર અને અન્યોએ વિધાનસભામાં ભોજન માટે આમંત્રણ આપ્યું હતું જે પછીથી રદ કરાયું હતું. સ્પીકર અને અન્ય સભ્યો આવી રીતે ગેરહાજર રહે તે કેવી રીતે ચલાવી લેવાય?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.