કોલકાતાના ટ્રેઈની ડોક્ટર રેપ અને મર્ડર કેસમાં 14 ઓગસ્ટના રોજ એક મોટો ખુલાસો થયો. ઓલ ઈન્ડિયા ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના એડિશનલ સેક્રેટરી ડો. સુવર્ણ ગોસ્વામીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કહ્યું કે આ રેપ નહીં પણ ગેંગ રેપ હોઈ શકે છે. વધુ વિગતો જાણીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જૂનિયર ડોક્ટરના પર રેપ અને હત્યાની ઘટનાનો મામલો સામે આવતા દેશમાં આક્રોશનો માહોલ છે. આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે જે જાણીને હચમચી જવાય કે કોઈ આટલું હેવાન કઈ રીતે હોઈ શકે.
પુરાવા સાથે છેડછાડ
મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સે આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલ પ્રશાસન પુરાવા સાથે છેડછાડ કરી રહ્યું છે. તેમણે વીડિયો શેર કરીને કહ્યું કે, સેમીનાર હોલથી 20 મીટરના અંતર પર ચેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં તોડફોડ થઈ રહી છે. પોલીસ સામે રિનોવેશનના નામ પર પુરાવાઓ સાથે છેડછાડ થઈ રહી છે.
મધરાતે ઘમાસાણ
કોલકાતાની એક હોસ્પિટલમાં ડ્યુટી પર તૈનાત એક ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં આખા પશ્ચિમ બંગાળમાં હજારોની સંખ્યામાં મહિલાઓએ બુધવારે મધરાતે રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કર્યું. કોલકાતાના અનેક સ્થળો સહિત રાજ્યના નાના મોટા શહેરોના મુખ્ય વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન રાતે 11:55 વાગે શરૂ થયું. આ દરમિયાન કોલકાતા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં હજારો મહિલાઓ રસ્તાઓ પર ઉતરી. પ્રદર્શનકારીઓ ‘અમને ન્યાય જોઈએ’ ના નારા લગાવી રહ્યા હતા.
અજાણ્યા લોકોએ બુધવારે મોડી રાતે આરજી કર મેડિકલ કોલેજમાં મારપીટ અને તોડફોડ કરી. બેકાબૂ ભીડને વેરવિખેર કરવા માટે પોલીસે ટિયર ગેસના ગોળા છોડ્યા. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાની ઘટના વિરુદ્ધ ડોક્ટરોના વિરોધ પ્રદર્શન વચ્ચે ભીડે પરિસરમાં પ્રદર્શન સ્થળ, વાહનો અને જાહેર સંપત્તિમાં તોડફોડ કરી.
ટીએમસીના લોકોએ મચાવ્યો ઉપદ્રવ
જો કે વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલીક જ્ગ્યાઓ પર હિંસા પણ થઈ. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિરોધ પ્રદર્શને તે સમયે નાટકીય વળાંક લઈ લીધો જ્યારે બહારના લોકોના એક સમૂહે જબરદસ્તીથી હોસ્પિટલ પરિસરમાં પ્રવેશ કર્યો. તેમણે કથિત રીતે ફર્નીચર તોડ્યું અને મીડિયાકર્મીઓ પર હુમલો કર્યો.
હાવડા જિલ્લાના મંદિરતલામાં પ્રદર્શનકારીઓએ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા અડધી રાતે આઝાદી સમારોહ માટે બનાવવામાં આવેલા મંચ પર કબજો કર્યો. પ્રદર્શનકારીઓએ કાર્યક્રમમાં વિધ્ન નાખ્યું. મંચને પોતાની માંગણીઓ માટેના મંચમાં ફેરવી દીધુ અને ન્યાયની માંગણી કરી. પ્રદર્શનમાં રાજકીય પક્ષોના ઝંડા પર પ્રતિબંધ હતો પરંતુ એલજીબીટીક્યુ પ્લસ જેવા હાસિયાના સમુદાયોનું પ્રતિનિધિ કરનારા ઝંડાનું સ્વાગત કરાયું.
5 દિવસ બાદ રાહુલ ગાંધીનું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઘટનાના 5 દિવસ બાદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પીડિતાને ન્યાય અપાવવાની જગ્યાએ આરોપીઓને બચાવવાની કોશિશ થઈ રહી છે. આ વસ્તુ હોસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર સવાલ ઉભા કરે છે. દોષિતોને એવી સજા મળે, જે સમાજમાં આવી ઘટનાઓ રોકવા માટે મિસાલ બને.
મોટો ખુલાસો
કોલકાતાના ટ્રેઈની ડોક્ટર રેપ અને મર્ડર કેસમાં 14 ઓગસ્ટના રોજ એક મોટો ખુલાસો થયો. ઓલ ઈન્ડિયા ગવર્નમેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના એડિશનલ સેક્રેટરી ડો. સુવર્ણ ગોસ્વામીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કહ્યું કે આ રેપ નહીં પણ ગેંગ રેપ હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે ટ્રેઈની ડોક્ટરના પ્રાઈવેટ પાર્ટથી 151mg વિર્ય મળ્યું છે. આટલું વધુ પ્રમાણ કોઈ એક વ્યક્તિનું હોઈ શકે નહીં. એ વાતની પૂરેપૂરી શક્યતા છે કે રેપ કેસમાં એકથી વધુ લોકો સામેલ હોઈ શકે છે.
પગ 90 ડિગ્રી સુધી ઘૂમ્યો હતો
સંબંધીએ જણાવ્યું કે જ્યારે ડોક્ટરના પિતાએ ત્રણ કલાક રાહ જોયા બાદ પુત્રીનો મૃતદેહ જોયો તો આઘાત પામી ગયા. ડોક્ટરના બોડી પર એક પણ કપડું નહતું. તેન પગ 90 ડિગ્રી પર એક બીજાથી અલગ હતા. જ્યાં સુધી પેલ્વિક ગર્ડલ તૂટી ન જાય ત્યાં સુધી આવું થઈ શકે નહીં. જેનો અર્થ છે કે તે ફાટી ગયું હતું. તેના ચશ્મા તૂટેલા હતા અને આંખોમાં ચશ્માના ટુકડાં હતા. તેના મોઢામાંથી લોહી નીકળ્યાના નિશાન હતા.
પોસ્ટમોર્ટમમાં શું થયો ખુલાસો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવાયું છે કે તેની બંને આંખો અને મોંઢામાંથી લોહી વહેતું હતું, ચહેરા અને નખ પર ઈજાના નિશાન હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટથી પણ લોહી વહી રહ્યું હતું. તેના પેટ, ડાબા પગ, ગળા, જમણા હાથ અને હોઠો ઉપર પણ ઈજાના નિશાન હતા. પિતાને દીકરીની એક તસવીર લેવાની મંજૂરી અપાઈ હતી જેને બહાર આવીને તેમણે સંબંધીઓેને દેખાડી. ઈજાગ્રસ્ત શરીર, ચીરાયેલા પગ એ વાતનો ઈશારો કરી રહ્યા હતા કે હત્યા કરનારો એકલો સંજય રોય નહતો પરંતુ અનેક લોકોએ મળીને ટ્રેઈની ડોક્ટરનો જીવ લીધો છે. કોલકાતા પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. હવે સીબીઆઈ સામે આ કેસના અન્ય આરોપીઓને સામે લાવવાનો પડકાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.