કોલકાતા રેપ વીથ મર્ડર કેસ: AIIMSના ડૉક્ટરોની હડતાળ રહેશે યથાવત..FORDAએ strike રદ કરી,

Kolkata Rape With Murder Case Latest News : FAIMA સહિત અન્ય રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તબીબી કર્મચારીઓ પર હુમલાને રોકવા માટે કેન્દ્રીય કાયદો ઘડવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે

Kolkata Rape With Murder Case : કોલકાતામાં લેડી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને દેશભરમાં હડતાળ ચાલુ છે. આ તરફ હવે રેસિડેન્ટ ડોક્ટરો અને મેડિકલ સંસ્થાઓ તરફથી અલગ-અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. જ્યારે AIIMSએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે ત્યારે FORDAએ હડતાળ પાછી ખેંચી લીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત AIIMS, ઈન્દિરા ગાંધી હોસ્પિટલ અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) સહિત અન્ય રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તબીબી કર્મચારીઓ પર હુમલાને રોકવા માટે કેન્દ્રીય કાયદો ઘડવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે .

દિલ્હી AIIMSએ એક નિવેદન જાહેર કરીને હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. AIIMS તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોલકાતાની ઘટના પર AIIMS સમુદાય સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટના અમલીકરણની તેની માંગને પુનરાવર્તિત કરે છે અને RG અને MC&H ના ડોકટરો માટે તેનું સમર્થન ચાલુ રાખશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિદેશી નાગરિકો, ફેલો અને સ્નાતકો સહિત AIIMSના નિવાસી ડોકટરો તેમની હડતાળ ચાલુ રાખશે જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વૈકલ્પિક ઓપીડી, વોર્ડ અને ઓટી સેવાઓ સસ્પેન્ડ કરવાનો સમાવેશ થાય છે. જોકે ઈમરજન્સી સેવાઓ, આઈસીયુ, ઈમરજન્સી પ્રક્રિયાઓ અને ઈમરજન્સી ઓટી કાર્યરત રહેશે.

બીજી તરફ હડતાળમાં સામેલ રેસિડેન્ટ ડોક્ટરોના બે સંગઠનો તરફથી અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ જ્યાં એક તરફ FORDAએ હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી છે તો બીજી તરફ FAIMAએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

FORDAએ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ હડતાળ પાછી ખેંચી

હડતાળમાં સામેલ FORDAએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આરોગ્ય મંત્રીએ બેઠકમાં પત્રમાં લખેલી તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. સેન્ટ્રલ સિક્યોરિટી એક્ટની વિનંતી મુજબ FORDA સમિતિનો ભાગ હશે જેના પર કામ 15 દિવસમાં શરૂ થશે. મંત્રાલય તરફથી ટૂંક સમયમાં સત્તાવાર માહિતી આપવામાં આવશે. તેથી હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે.

FAIMA હડતાળ ચાલુ રાખશે

ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ હડતાલ ચાલુ રાખવાની જાહેરાત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે અમારી કોઈપણ માંગણી સ્વીકારી નથી. અમારી એક જ માંગણી સ્વીકારવામાં આવી છે કે કેસ CBIને સોંપવામાં આવે તે પણ માનનીય હાઈકોર્ટના આદેશથી. અમારી પ્રાથમિકતા ડોકટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

FAIMA ડૉક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. રોહન ક્રિષ્નને સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે કેન્દ્રીય સુરક્ષા કાયદાની માગણી કરી છે. તેમણે કહ્યું કે, અમને સમાચાર મળ્યા છે કે, રેસિડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશનની એક સંસ્થાએ હડતાળ પાછી ખેંચી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન FAIMA ડોક્ટર્સ એસોસિએશન આજે હડતાળ પર છે. અમે આજે પણ હડતાળ ચાલુ રાખીશું કારણ કે માત્ર એક જ માંગ પૂરી થઈ છે કેસ સીબીઆઈને સોંપવો. અમને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી બહુ સમર્થન મળ્યું નથી. અમે આરોગ્ય કર્મચારીઓ માટે કેન્દ્રીય સુરક્ષા અધિનિયમ ઇચ્છીએ છીએ અને અમે આ અંગે કંઇક નક્કર ઇચ્છીએ છીએ.

જેપી નડ્ડા અને અમિત શાહને વિનંતી

આ સાથે તેમણે કહ્યું કે, હું આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરું છું કે, અમને કંઈક નક્કર ખાતરી આપો જેથી ભવિષ્યમાં ફરજ પરના કોઈપણ ડૉક્ટર સાથે આવું ન થાય. આ સમયની જરૂરિયાત છે. અમે સમગ્ર ભારતમાં 60 થી વધુ મેડિકલ કોલેજ RDA સહિત લગભગ તમામ સંલગ્ન RDAs સાથે બેઠકો કરી. અમે નિર્ણય લીધો છે કે, અમે હડતાળ ચાલુ રાખીશું. અમે ઓપીડી અને વૈકલ્પિક ઓટી નહીં કરીએ. જોકે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. જ્યાં સુધી અમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ વિશે કોઈ નક્કર માહિતી નહીં મળે ત્યાં સુધી અમે આ હડતાળ બંધ રાખીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.