કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના આરોપીએ ઘટનાની રાતે ઘણા ખોટા કામો કર્યાં હતા. હોસ્પિટલમાં રેપ અને મર્ડર પહેલા આરોપી સંજય રોયે ચીક્કાર દારુ પીધો હતો. તે જ રાત્રે તે બે રેડ લાઇટ એરિયામાં પણ ગયો હતો. આ ઉપરાંત એવી માહિતી પણ સામે આવી રહી છે કે તે રાત્રે સંજય રોયે રોડ પર એક મહિલાની છેડતી કરી હતી અને મહિલા પાસેથી નગ્ન ફોટા પણ માંગ્યા હતા. રાત્રે સંજય રોયે હોસ્પિટલના સેમિનાર હોલમાં ગુનો કરતા પહેલા ઓપરેશન થિયેટરમાં ડોકિયું પણ કર્યું હતું.
વૈશ્યાલય બહાર ઊભા રહીને રસ્તે જતી આવતી છોકરીઓના ફોટા માગ્યા
આરોપી સંજય રોયે રેપ અને મર્ડર પહેલા દારુ પીધો હતો. રોય અને તેનો મિત્ર વૈશ્યાલયમાં ગયાં હતા સંજયનો દોસ્ત વૈશ્યા પાસે ગયો હતો જ્યારે સંજય બહાર ઊભો રહ્યો હતો આ બન્ને મિત્રોએ સાઉથ કોલકાતાના બીજા પણ એક વૈશ્યાલયમાં રાતના બે વાગ્યે ગયાં હતા. બહાર ઊભી રહેતી વખતે સંજય રસ્તે જતી છોકરીઓને તેમના ન્યૂડ ફોટા માગ્યા હતા. આ પછી મિત્ર ઓલા બુક કરાવીને ઘેર જતો રહ્યો જ્યારે સંજય હોસ્પિટલમાં જ્યાં લેડી ડોક્ટર સુતી હતી ત્યાં પહોંચ્યો હતો અને જધન્ય હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
આરોપી સંજય રોય 14 ઓગસ્ટથી પોલીસ કસ્ટડીમાં છે. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. હાલમાં તે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. સંજય 2019 થી કોલકાતા પોલીસના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપમાં નાગરિક સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યો હતો. તેની ધરપકડ બાદથી સંજય રોય વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સંજય રોય ઘટનાના દિવસે સવારે 4 વાગ્યે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઈમરજન્સી બિલ્ડિંગમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે. તેણે તેના ગળામાં બ્લૂટૂથ ડિવાઇસ પહેર્યું હતું. જોકે, 40 મિનિટ પછી જ્યારે તે બિલ્ડિંગમાંથી બહાર આવ્યો ત્યારે ડિવાઈસ ગાયબ હતું., પોલીસને પીડિતાની ડેડબોડી પાસે બ્લૂટૂથ મળ્યું હતું.
સંદીપ ઘોષ અનેક ખોટા કામોમાં સામેલ-અખ્તર અલી
પૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકા પર મોટા સવાલ ઊભા કર્યાં છે. લેડી ડોક્ટરના રેપ અને મર્ડરનો મુખ્ય આરોપી સંજય રોય સંદીપ ઘોષનો બાઉન્સર હતો અને તેની સુરક્ષામાં લાગેલો હતો. અખ્તર અલીએ દાવો કર્યો હતો કે સંદીપ ઘોષ હોસ્પિટલમાં અજાણી ડેડબોડી વેચવા સહિતના અનેક ખોટા કામોમાં સામેલ હતો. તેમનો એવો પણ આરોપ છે કે ઘોષ બાંગ્લાદેશમાં બાયોમેડિકલ વેસ્ટ અને મેડિકલ સાધનોની દાણચોરીમાં પણ સંડોવાયેલો હતો. મેં આ અંગે તકેદારી સમિતિને પણ ફરિયાદ કરી હતી. પણ તપાસનો ભાગ હતો. પરંતુ અંતિમ રિપોર્ટ આપ્યાના બે કલાક બાદ જ મારી બદલી કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પણ સંદીપ ઘોષ સામે કોઈ કાર્યવાહી નહોતી કરાઈ.
આરોપી સંજય રોય સંદીષ ઘોષનો બાઉન્સર હતો
અખ્તર અલીએ કહ્યું કે લેડી ડોક્ટરના રેપ અને મર્ડર બાદ જ્યારે મેં સંજય રોને જોયો ત્યારે મને યાદ આવ્યું કે સંજય રોય સંદીપ ઘોષના 4 બાઉન્સરોમાં સામેલ હતો. જ્યારે હું ત્યાં કામ કરતો હતો. તે સમયે રાત્રે સેમિનાર રૂમ કે નર્સિંગ સ્ટાફની નજીક કોઈને જવા દેવામાં આવતા ન હતા. દરેક પોઈન્ટ પર સુરક્ષા હતી. સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ રાત્રે એક સ્વયંસેવક રૂમમાં ઘૂસી જાય છે અને આટલી મોટી ઘટના બને છે. આ સમજની બહાર છે. આ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે.
પૈૈસા ન આપનાર વિદ્યાર્થીઓને નાપાસ કરતો
ડોક્ટરનો એવો પણ દાવો છે કે સંદીપ ઘોષ પૈસા માટે વિદ્યાર્થીઓને નાપાસ કરતો હતો. મેં ઘણા આચાર્યો સાથે કામ કર્યું. પરંતુ સંદીપ ઘોષ જેટલો ભ્રષ્ટ વ્યક્તિ મેં ક્યારેય જોયો નથી. 2021 માં તેમની નિમણૂક પછી, આરજી કાર હોસ્પિટલ બરબાદ થઈ ગઈ હતી. સંદીપ ઘોષે તેમની નિમણૂક પછી તરત જ વિદ્યાર્થીઓને નાપાસ કરવાનું શરૂ કર્યું. જેથી તે પૈસા કમાઈ શકે. ઘણી વખત વિદ્યાર્થીઓએ તેમની સામે ધરણાં પણ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.