ઇલેક્ટ્રિક સ્કૂટરમાં વધુ એક નામ જોડાઈ ગયું છે અને આ સેગમેન્ટમાં પોતાનો એક્કો જમાવવા કોમાકીએ ભારતમાં તેની લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક ક્રુઝર બાઇક અને વેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે અને કોમાકીનાં ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શો રૂમ કિંમત 1 લાખ 15 હજાર રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ વેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટરને રેટ્રો સ્ટાઇલ લુક આપ્યો છે. તેમજ, વેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ ઘણાં એવા ફીચર્સ આપ્યાં છે જે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મળતા નથી.
કોમાકીનું વેનિસ ઈલેક્ટ્રિક સ્કૂટર 26મી જાન્યુઆરીથી કંપનીની ડીલરશિપ પર ઉપલબ્ધ થઈ ગયું છે અને જો તમે આ ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા ઈચ્છતા હો તો તમારે કોમાકીની નજીકની એજન્સી પર જવું પડશે અને ત્યાંથી તમે તમારી પસંદગીના કલરનું વેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી શકશો.
કોમાકી વેનિસ ઈલેક્ટ્રિક સ્કૂટર વેસ્પા જેવું જ દેખાય છે અને જેની પાછળની બાજુ લગાવેલો લોગો પણ Piaggio જેવો જ છે. આ સિવાય, ઈલેક્ટ્રિક સ્કૂટરમાં રાઉન્ડ હેડલેમ્પ, LED ટર્ન ઈન્ડિકેટર લેમ્પ, LED ટેલલાઈટ, ફ્રંટ સ્ટોરેજ, લેધરના બનેલા બે ભાગમાં વિભાજિત થયેલી સીટ્સ આપવામાં આવી છે જે તેને જૂનાં સ્કૂટર જેવો લુક આપે છે અને કોમાકી વેનિસ 9 કલર બ્રાઇટ ઓરેન્જ, પ્યોર વ્હાઇટ, પ્યોર ગોલ્ડ, સ્ટીલ ગ્રે, જેટ બ્લેક, આઇકોનિક યલો અને ગ્રેનાઇટ રેડમાં ખરીદી શકાશે.
ફીચર્સની જો વાત કરવી તો વેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લૂટૂથ અને મ્યુઝિક સિસ્ટમ કનેક્ટિવિટી, ક્રૂઝ કંટ્રોલ, ડબલ ફ્લેશ, રિવર્સ મોડ, પાર્કિંગ મોડ અને સ્પોર્ટ્સ મોડ જેવાં ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે અને આમાં ગ્રાહકોને સેલ્ફ ડાયગ્નોસિસ ટેક્નોલોજી, એન્ટિ-થેફ્ટ લોક સિસ્ટમ અને રિજનરેટિવ બ્રેકિંગ પણ મળશે.
વેનિસ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ 2.9 kWh લિથિયમ-આયન બેટરી પેક આપ્યું છે. તેમજ, આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3 kW-R-ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે અને આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 120 કિમીની રેન્જ આપે છે. આ ઉપરાંત, સેફ્ટી માટે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને CBS ડ્યુઅલ ડિસ્ક બ્રેકિંગ સિસ્ટમ અને વધુ સારું સસ્પેન્શન આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.