!
– આરટીઆઇના જવાબમાં ખુલાસો થયો
દિલ્હીની સત્તારુઢ આમ આદમી પાર્ટી સરકાર દ્વારા દિવાળીને દિવસે લક્ષ્મી પૂજા અને તેના લાઇવ ટેલિકાસ્ટ માટે 6 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. એક આરટીઆઇ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ આ દાવો કર્યો છે. જો કે દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી દ્વારા આ ઉપર હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ વાત સામે આવ્યા બાદ કેજરીવાલ સરકાર પર સવાલો ઉઠા રહ્યા છે. લોકોના પૈસાનો આ રીતે બેફામ ઉપયોગ જોઇને લોકો સવાલ પૂછી રહ્યા છે કે કોના બાપની દિવાળી?
આરટીઆઇ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ પોતાના ટ્વિટમાં દિલ્હી પર્યટન અને પરિવહન વિકાસ નિગમ દ્વારા આપેલા આરટીઆઇના જવાબને પણ શેર કર્યો છે. ટ્વિટમાં તેમણે કહ્યું છે કે આપ સરકાર અને અરવિંદ કેજરીવાલ દ્વારા 14 નવેમ્બર 2020ના દિવસે કરવામાં આવેલી લક્ષ્મી પૂજા અને તેના લાઇવ ટેલિકાસ્ટ માટે કરદાતાઓના 6 કરોડ રુપિયાનોખર્ચ કર્યો છે. 30 મિનિટની આ પૂજા પાછળ કુલ 6 કરોડનો ખર્ચ, એટલે કે પ્રતિ મિનિટ 20 લાખ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હી સરકારે લોકોને અપીલ કરી હતી કે દિલ્હીના પ્રદૂષણને ધ્યાનમાં લઇને દિવાળી ઉપર ફટાકડા ના ફોડે. તેના બદલે તેમની સાથે ઓનલાઇન લક્ષ્મી પૂજામાં ભાગ લે. જેના ભાગરુપે અક્ષરધામ મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાકેત ગોખલેએ આગળ કહ્યું છે કે દિલ્હીની સરકાર પાસે પૂજા ઉપર ખર્ચ કરવા માટેના પૈસા હતા, તો બીજી તરફ દિલ્હીમાં અને પિડીતો સરકાર પાસેથી વળતરની રાહ જોઇ રહ્યા છે. હિસબ લગાવો અને કલ્પના કરો કે ધાર્મિક કાર્યક્રમ પાછળ ખર્ચ કરવામાં આવેલા 6 કરોડ રુપિયાથી ઉત્તર પૂર્વ દિલ્હીમાં કેટલા પરિવારોને મદદ મળી હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.