કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન દરમ્યાન કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના પરિવારની સાથે પોતાના પરિવારોમાં ક્રિકેટ કનેકશન પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે ભાગલા પહેલાં ઇમરાનના અંકલે અમરિંદરના પિતાની કેપ્ટનશીપમાં પટિયાલા અને ભારત માટે ક્રિકેટ રમતા હતા.
આ દરમ્યાન ઇમરાન ખાન અને ત્યાંના વિદેશ મંત્રીએ ઝીરો પોઈન્ટ પર કેપ્ટન અમરિન્દર સિંહનું સ્વાગત કર્યું હતું. તમામ લોકોએ બેટરી સંચાલિત એક જ બસમાં મુસાફરી કરી હતી. આ સફર ઝીરો લાઇનથી કરતારપુર સાહિબ જવા સુધીની હતી. હવે બસમાં થયેલી વાતચીત સામે આવી છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. કેપ્ટન અમરિન્દર સિંહે ઇમરાન ખાનને બંનેના કુટુંબ વચ્ચેના જૂના સંબંધોની યાદ અપાવી હતી.
બંને નેતાઓ વચ્ચે આ મુદ્દા પર વાતચીત થઈ
પંજાબની સીએમ ઑફિસ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ બ્રીફના જણાવ્યા પ્રમાણે, આ યાત્રા ફક્ત પાંચ મિનિટની હતી. આ યાત્રા દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે કુટુંબ અંગે થયેલી વાતચીત સામે આવી છે. સીએમ અમરિંદર સિંહે વાતચીત દરમિયાન પાક. પીએમને જણાવ્યું કે, તેઓ તેમને ક્રિકેટ રમવાના સમયથી જાણે છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન વડાપ્રધાનના સંબંધીઓ જહાંગીર ખાન અંગ્રેજોના જમાનામાં પટિયાલા તરફથી ક્રિકેટ રમ્યા હતા. તેમની સાથે મુહમ્મદ નિસાર, લાલા અમરનાથ, ફાસ્ટ બોલર અમર સિંહ અને બેટ્સમેન વઝીર અલી અને અમીર અલી હતી. આ સાત ખેલાડી તેમની ટીમના સભ્ય હતા, જેની કેપ્ટનશીપ અમરિન્દર સિંહના પિતા મહારાજા યાદવિન્દર સિંહે વર્ષ 1934-35માં ભારત અને પટિયાલા માટે કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.