રાજ્ય સરકાર દ્વારા આ જીવલેણ મહામારી ફેલાય નહી તે અંગે પતંગ ઉત્સવ રદ કર્યો છે. હવે ઉતરાણને પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. આ અંગે નીતિન પટેલે કહ્યું હતુ કે એક ધાબા પર સોસાયટીના લોકો ભેગા થાય તેની મંજૂરી મળશે નહીં.ઉત્તરાયણમાં કેટલા લોકો ધાબા પર ભેગા થઇ શકશે તે અંગેના વધુ નિયમોની આગામી દિવસોમાં જાણકારી અપાશે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે દેશમાં કોરોનાની મળેલી બે રસી અંગે પ્રતિક્રિયા આપી. તેમણે અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમમાં જણાવ્યુ હતુ કે, બે રસીને મંજૂરી મળી ગઈ છે અને હજુ બે રસીને મંજૂરી મળશે. 130 કરોડની વસ્તી ધરાવતા દેશમાં યુવાનોને બાકાત રાખી રસી આપવાની ગણતરી કરવી પડે.
તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં પ્રથમ ડોક્ટર્સ,નર્સિંગ પેરામેડીક્લ સ્ટાફને કોરોનાની રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ અને આશાવર્કર બહેનોને રસી આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.