કોરોના વાયરસથી ચીનમાં સર્જાયા હ્દય દ્રવી ઉઠે તેવા દૃશ્ય, રસ્તાઓ પર લાશોના ઢેર

ચીનમાં કોરોના એ રીતે ખતરનાક રીતે ફેલાઈ ચુક્યો છે કે રસ્તાઓ પર લોકોના મૃતદેહો મળી રહ્યા છે. રસ્તા પર ચાલતા ચાલતા લોકો અચાનક પડી રહ્યા છે અને મોત તેમને ભરખી રહ્યું છે. એવી એવી તસવીરો સામે આવી રહી છે જેને જોતા કોઈપણનપં કાળજું કંપવા લાગે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ચીનના વુહાન શહેરમાં આવા દૃશ્યો તમને અવારનવાર જોવા મળે. માસ્ક લગાવીને એક સાઇકલ સવાર પસાર થઈ રહ્યો છે અને અચાનક જ ધડામ કરતો પડી જાય છે. જ્યારે મદદ માટે ટીમ તેની પાસે પહોંચે છે તો એ માણસ મૃત્યુ પામેલો હોય છે.

વુહાનના લોકોનું કહેવુ છે કે આ સાઈકલ સવારનું મૃત્યુ કોરોના વાયરસના કારણે થયુ છે કેમકે આ દિવસોમાં કેટલાયે લોકો આ રીતે અચાનક રસ્તા પર જતા હોય અને મોતને ભેટે છે. ચીનમાં હાલ ખરેખર ભયાનક સ્થિતિ છે. ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 259 લોકો મોતને ભેટ્યા છે.

જ્યારે 12 હજાર લોકો વાયરસથી સંક્રમિત છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે માસ્ક પણ મળતા નથી અને લોકોને વાયરસના સંક્રમણથી બચાવવામાં આનાથી મોટો ફટકો પડી રહ્યો છે. લોકો માસ્ક ન મળતા આ વાયરસનો શિકાર બની રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.