કોચિંગ સિટી કોટા શહેરમાં સોમવારે મોડી રાતે એરપોર્ટ પરિસરમાં ભીષણ આગ લાગી હતી. ભારે પવનની સાથે એરપોર્ટ પરિસરમાં આગઝડપથી ફેલાઈ હતી. આગના સમાચાર મળતા એરપોર્ટ અને જિલ્લા પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો.
કોટા ઉત્તર પર દક્ષિણ નગર નિગમ, કોટા થર્મલ, ડીસીએમ ફેક્ટ્રી અને સિવિલ ડિફેન્સની ફાયર ફાયટરની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
આગ સુકા ઘાંસમાં લાગવાના કારણે તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. લગભગ 7 ફાયર ફાયટરોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ એટલી વિકરાળ હતી કે ઝાલાવાડ નેશનલ હાઈવે પર બનેલા એરપોર્ટની 12 ફુટ ઉંચી સુરક્ષા દિવાલને આગ ટચ કરી રહી હતી.
કોટા એરપોર્ટમાં હાલ કોઈ હવાઈ સેવા સંચાલિત નથી. તેવામાં રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગ લાગી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટીની સુરક્ષામાં બેદરકારી છતી થઈ છે.
જ્યાં કેટલાક લોકો તથા સ્મૌકચી અંદર શૌચ કરવા માટે પહોંચી જાય છે. તે ત્યાં બીડી સિગરેટ સળગતી છોડી દે છે. આ કારણે એરપોર્ટ પરિસરમાં વરસાદ દરમિયાન ઉગનારા ઘાસમાં ઉનાળામાં સુકા ઘાંસમાં આગ પકડાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.