બે દિવસમાં 9 બાળકોના મોતની સાથે કોટાની જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં મરનાર બાળકોની સંખ્યા વધીને 100 થઇ ગઇ છે. બાળકોના મોત પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વિપક્ષી દળ ભાજપે રાજસ્થાન સરકાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપના આઈટી સેલના હેડ અમિત માલવીય એ કહ્યું કે એક મહિનામાં 100 બાળકોના મોત મામૂલી વાત નથી કે મીડિયા આંખો બંધ કરી દે. બીજીબાજુ બસપા ચીફ માયાવતીએ પણ ગેહલોત સરકાર અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાંધ્યું છે.
હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે ડિસેમ્બર 2018મા આ હોસ્પિટલમાં 77 બાળકોના મોત થયા હતા. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.સુરેશ દુલારાએ કહ્યું કે 30મી ડિસેમ્બરના રોજ 4 બાળકો અને 31મી ડિસેમ્બરના રોજ 5 બાળકોના મોત થયા. તેમણે આની પાછળનું કારણ કહ્યું કે તમામના મોત જન્મથી ઓછા વજનના લીધે થયા છે. બીજીબાજુ મોટી સંખ્યામાં બાળકોના મોત પર ભાજપે પણ રાજ્યની ગેહલોત સરકારની વિરૂદ્ધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે.
‘કોટા એટલું પણ દૂર નથી કે સોનિયા-રાહુલ આવી ના શકે’
ભાજપના આઇટી સેલના હેડ અમિત માલવીય એ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું એક મહિનામાં 100 નવજાત શિશુઓના મોત થઇ જાય છે અને રાજસ્થાનના મુખ્યમંત્રીને કોઇ પ્રશ્ન પૂછતું પણ નથી. કોટા એટલું પણ દૂર નથી કે સોનિયા અને રાહુલ ગાંધી ત્યાં જઇ ના શકે અને આ ઘટના એટલી પણ મામૂલી નથી કે મીડિયા કોંગ્રેસ સરકારની આ બેદરકારી પર આંખ મિચોલી કરી દે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.