કોટા હોસ્પિટલમાં બાળકોના મૃત્યુ મામલે કોંગ્રેસના સાથી પક્ષે જ પ્રિયંકાને માર્યો જોરદાર ટોંણો

રાજસ્થાનના કોટામાં આવેલી જેકે લોન હોસ્પિટલમાં 100થી વધારે નવજાત બાળકોના મોત નિપજ્યા છે. હજી પણ નાના બાળકોના મોતનો સીલસીલો યથાવત જ છે. બુધવારે જ વધુ એક બાળકનું મોત થયું છે. પ્રસૃતિ વિભાગના ઈ-વોર્ડમાં દાખલ 4 દિવસની એક બાળકીનું મૃત્યુ થયું છે. તેના મોતનું કારણ કડકડતી ઠંડી હોવાનું કહેવાઈ રહ્યું છે. અગાઉ ગત 30-31 ડિસેમ્બરે આ હોસ્પિટલમાં 9 બાળકોના મૃત્યુ થયા હતા. જેને લઈને કોંગ્રેસના સાથીપક્ષોએ જ હવે તેના વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે.

એક સમયે રાજસ્થાનમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડનારા બસપા અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. માયાવતીએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને માસુમ બાળકોના મોતને બરાબરના હડફેટે લીધા છે.

રાજસ્થાનના કોટામાં જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં નવજાત બાળકોના મોતનો આંકડો 100 સુધી પહોંચી ગયો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, 2019માં જ અહીં 963 બાળકોના મૃત્યુ થયા હતા. આ મામલે રાજ્યની ગહલોત સરકાર જવાબ આપવાના બદલે ગોળ ગોળ વાતો કરી રહી છે. મુખ્યમંત્રી અશોક ગહલોત આ મામલે સ્પષ્ટ જવાબ આપવાના બદલે પોતાની સરકારના કામ ગણાવવા લાગ્યા છે. તેવી જ રીતે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ પણ કોટામાં નવજાતોના મોત પર કહ્યું હતું કે, અમને બાળકોના મોતને લઈને દુખ છે. અમારી જવાબદારી સારી સ્વાસ્થ્ય સુવિધા પુરી પાડવાની હોય છે. અનેક બાળકો તો ઘણા જ બિમાર હતા અને ગંભીર અવસ્થામાં જ અહીં લાવવામાં આવ્યા હતાં. જોએ ભાજપ ઈચ્છે તો તેની જાણકારી મેળવી શકે છે. જે પણ બાળકોને બચાવવાની સ્થિતિમાં હતા તેમની બચાવી લેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.