કાઠમંડુઃ નેપાળ માં રાજકીય સંકટ ઊભું થયું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલી એ રવિવારે સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી
તેઓએ કેબિનેટની મીટિંગ (Cabinet Meeting) બોલાવીને આ નિર્ણય લીધો. ત્યારબાદ વડાપ્રધાન ઓલી રાષ્ટ્રપ્રમુખ બિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari)ને મળવા માટે શીતલ નિવાસ પહોંચ્યા. તેઓએ સંસદ ભંગ કરવાની ભલામણ નેપાળના રાષ્ટ્રપ્રમુખને કરી. રવિવારે ઓલી કેબિનેટની ઇમજન્સી બેઠક સવારે 10 વાગ્યે બોલાવવામાં આવી હતી.
નેપાળના રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયે જણાવ્યું કે નેપાળની રાષ્ટ્રપ્રમુખ વિદ્યા દેવી ભંડારીએ સંસદને ભંગ કરવાના મંત્રીમંડળના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ભંડારીએ એલાન કર્યું છે કે આવતા વર્ષે 30 એપ્રિલથી 10 મેની વચ્ચે રાષ્ટ્રીય ચૂંટણી થશે.
ઓલીના નેતૃત્વવાળી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીએ કેબિનેટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટીના પ્રવક્તા નારાયણજી શ્રેષ્ઠએ કહ્યું કે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે કારણ કે આજે સવારે કેબિનેટની બેઠકમાં તમામ મંત્રી હાજર નહોતા. આ લોકતાંત્રિક માપદંડોની વિરુદ્ધ છે અને રાષ્ટ્રને પાછળ લઈ જશે અને તેને લાગુ ન કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.