કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્ણાટકના હુબલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું હતું કે જે લોકો CAAની વિરુદ્ધમાં છે તે દલિત વિરોધી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસે દેશને ધર્મના આધારે વહેચ્યો છે. અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર આપ્યો છે કે સંશોધિત નાગરિકતા કાનૂન કોઈપણ ભારતીય મુસ્લિમની નાગરિકતા છીનવી લેશે તે સાબિત કરી બતાવે. તેમણે રાહુલ ગાંધીને આ આખો કાનૂન વાચવાની સલાહ પણ આપી છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે
અમિત શાહે હુબલીમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ભ્રમ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સીએએમાં એવી કોઈ કલમ નથી જે મુસલમાનોની નાગરિકતા લેવાની વાત કરતી હોય. અમિત શાહે કહ્યું હતું કે હું રાહુલ ગાંધીને પડકાર આપું છું કે સીએએ પુરી રીતે વાંચે, જો તમને કશું પણ એવું મળે કે જે ભારતીય મુસ્લિમોની નાગરિકતા છીનવી લેતી હોય તો અમારા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. ભાજપાના રાષ્ટ્રવ્યાપી ‘જન જાગરણ અભિયાન’અંતગર્ત સીએેએ પર જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કોંગ્રેસ પર દેશને ધર્મના આધારે વેહેચવાનો આરોપ લગાવ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.