કર્ણાટકના ઓનલાઇન શિક્ષણ પરના પ્રતિંબધ પર હાઇકોર્ટેનો સ્ટે

ઓનલાઇન  ભણતર પર પ્રતિબંધ એ જીવન અને શિક્ષણના મૌલિક અિધકાર પર તરાપ છે, એમ કહીને કર્ણાટક  હાઇકોર્ટે રાજ્ય સરકારે ઓનલાઇન શિક્ષણ પર મૂકેલા પ્રતિબંઘ પર સ્ટે આપ્યો હતો.15 અને 27 જૂને રાજ્ય સરકારે આ ઓર્ડર પસાર કરી એલકેજીથી લઇ ધોરણ દસ સુધીના વર્ગો ઓનલાઇન ભણાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ‘

રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલો એક્ઝિક્યુટિવ ઓર્ડર બંધારણની કલમ 21 અને 21એ હેઠળ મૌલિક અિધકારને છીનવી ના શકે’એમ એક ડિવિઝન બેન્ચે વચગાળાનો હુકમ કરતાં કહ્યું હતું.

કોર્ટે અવલોકન કર્યું હતું કે શૈક્ષણિક સત્રની તો ક્યારની શરૂઆત થઇ ચૂકી હતા એટલે હવે શિક્ષણ આપવાનો એક જ ઉપાય છે અને તે છે ઓનલાઇન. સમાજના કેટલાક વર્ગો પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવાની કોઇ જ  સુવિધા નથી એવા બહાના હેઠળ ઓનલાઇન શિક્ષણ પર પ્રતિબંધ ના મૂકાય.

જો કે કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આનો આૃર્થ એ નથી કે શાળાઓને ઓનલાઇન શિક્ષણના નામે વધુ પૈસા ખંખેરવાની અને ઓનલાઇન શિક્ષણને ફરજીયાત બનાવવાનો અિધકાર મળી ગયો છે.કોવિડ-19ની મહામારી દરમિયાન  ઓનલાઇન શિક્ષણ કેવી રીતે અપાય તે અંગે કર્ણાટક સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક સમિતિ એબે દિવસ પહેંલા  પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો.

સમિતિ એ અનેક ભલામણો કરી હતી અને ઓનલાઇન વર્ગો માટે સમય પણ ફિક્સ કર્યો હતો. અહેવાલ મળ્યા પછી કર્ણાટક સરકારના પ્રાથમિક અને માધ્યમીક શિક્ષણ મંત્રી એસ.સુરેશ કુમારે કહ્યું હતું કે  સરકાર સમિતિએ સુચવેલી ભલામણો પર વિચાર કરી આગળ નિર્ણય કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.