કર્ણાટકમાં કુમારસ્વામી, સિદ્ધારામૈયા, જી પરમેશ્વર સહિતના નેતાઓ સામે દેશદ્રોહનો કેસ

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર હતી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ જેડીએસ અને કોંગ્રેસના નેતાઓ ઉપર આવક વેરા વિભાગની રેડ પડવાની છે તે માહિતી મીડિયામાં લીક કરી હતી એવો આરોપ મલ્લિકાર્જુન નામના એક શખ્સે મૂક્યો છે.

નીચલી કોર્ટના આદેશ પછી પોલીસે ગુનો દાખલ કર્યો છે. બેંગ્લુરૂ પોલીસે પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી અને સિદ્ધારામૈયા ઉપરાંત પૂર્વ ઉપ મુખ્યમંત્રી જી. પરમેશ્વર, ડીકે શિવકુમાર, દિનેશ રાવ સહિતના કોંગ્રેસ-જેડીએસ નેતાઓ સામે દેશદ્રોહનો ગુનો દાખલ કર્યો છે.

આ તમામ વિપક્ષના નેતાઓ સામે આરોપ છે કે આવકવેરા વિભાગનો દરોડો પડે તે પહેલાં જ તેમણે મીડિયાને આ બાબતની જાણકારી આપી દીધી હતી. નીચલી કોર્ટે આ મુદ્દે કાર્યવાહી કરવાનો પોલીસને નિર્દેશ કર્યો હતો.

તે પછી પોલીસે તમામ નેતાઓ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ કર્યો છે. 27મી માર્ચ 2019ના દિવસે આ નેતાઓએ આવકવેરા વિભાગની કાર્યવાહી સામે આવકવેરા વિભાગની ઓફિસ સામે જ પ્રદર્શન કર્યું હતું.

આવકવેરા વિભાગ ભાજપ સરકારના એજન્ટની જેમ કામ કરે છે એવા નારા આ નેતાઓએ લગાવ્યા હતા. અરજદારની દલીલ હતી કે આ મુદ્દો સ્પષ્ટ રીતે કોડ ઓફ કન્ડક્ટ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.