ગુજરાત કરણીસેના ગાંધીનગર રામકથા મેદાનમાં ચાર મુદ્દાઓને લઇને મહારેલી કરવા જઇ રહી છે. આ ચાર મુદ્દાઓમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી, એટ્રોસિટીના દુરપયોગ ને રોકવા, આરક્ષણની સમીક્ષા કરવી તેમજ બળાત્કારી મુક્ત ભારત દેશ બને તે મુદ્દે કરણી સેના મેદાને પડશે.
જોકે હવે કરણીસેનાની આ મહારેલીને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. ગાંધીનગરના રામકથા મેદાન પર કરણીસેની આ મહાસભા પહેલા 15મી ડિસેમ્બરે થવાની હતી. પરંતુ હવે આ મહાસભા 22 ડિસેમ્બરે યોજશે. પાછળનું કારણ 15 ડિસેમ્બરે ગુજરાત પોલીસના સન્માનનો કાર્યક્રમ છે. પોલીસના કાર્યક્રમના કારણે કરણીસેનાની મહાસભાની તારીખમાં ફેરફાર કરાયો છે. આપને જણાવી દઈએ કે અનામતના સંવિધાનિક મુલ્યાંકનની માગ સાથે આ મહાસભા યોજાશે.
પ્રાપ્ત માહિતી મુજબ કરણી સેનાનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું કે આરક્ષણ પર પુનઃ વિચાર કરવાની જરૂર છે. એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેનાં પર કડક કાનૂન બનવો જોઈએ. ઉપરાંત ભારતને બળાત્કારી મુક્ત દેશ બનાવવા અને ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવીની પણ કરણી સેનાની માગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.