દાવાનળમાં લાખોની સંખ્યા વન્યજીવો મોતને ભેટ્યા હોવાના સમાચાર છે ત્યારે ઑસ્ટ્રેલિયાના વહીવટી તંત્રે કુદરતી આપત્તિ બાદ જાતે હજારોની સંખ્યામાં ઊંટોને ગોળીએ દેવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ અનુસાર વહીવટી તંત્રે ઊંટો દ્વારા વધુ પડતું પાણી પીવાઈ રહ્યું હોવાનું કારણ આગળ ધરીને આ નિર્ણય લીધો છે.
મૂળ ઑસ્ટ્રેલિયન પ્રજાતિના સ્થાનિક વહીવટી વિસ્તાર, અનન્ગુ પિત્જાત્જતજરા યન્કુનીત્જત્જરા (APY)નાં કારોબારી બોર્ડ સભ્ય મારિટા બેકરે જણાવ્યું હતું :
“આ ઊંટોના સમૂહો સ્થાનિકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “અમે આ ઊંટોના કારણે ખૂબ જ અસહજ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. તેમજ અસ્વસ્થ અનુભવી રહ્યા છીએ.”
“ઊંટો અમારા વિસ્તારમાં આવીને વાડા તોડી રહ્યા છે, અમારાં ઘરોને ઘેરીને અમારી એસીમાંથી પાણી પીવાનો પ્રયત્ન કર્યા કરે છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.