કરોડપતિઓમાં ગભરાટ, અમદાવાદમાં 18 સ્થળોએ ITના દરોડા

અમદાવાદની ટેક્સટાઈલ માર્કેટમાં આયકર વિભાગે દરોડા પાડ્યા છે. દિવાળી તાકડે જ દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાલુપુર ક્લોથ માર્કેટમાં એસજી હાઈવે સહિત કુલ 18 સ્થળો દરોડાના પગેલે વેપારીબેડામાં ગુસપુસ શરૂ થઈ ગઈ છે. સિંધુ ભવન રોડ ઉપર પણ ITએ રેડ પાડી છે વળી કેટલાક જમીનદલાલો પણ ITના નિશાના ઉપર છે. આ દરોડામાં કરોડોની બેનામી સંપત્તિનો વ્યવહાર સામે આવવાની શક્યતા છે. 

શહેરના રાયપુર અને કાલુપુર વિસ્તારમાં નામચીન વેપારીઓના ત્યાં ITના અધિકારીઓએ વહેલી સવારે દરોડા પાડ્યા છે. સવારથી જ ITની રેડને પગલે વેપારીઓમાં હડબડી મચી ગઈ છે. આ દરોડમાં કરોડોનો બેનામી સંપત્તિનો વ્યવહાર બહાર પડવાની સંભવાના છે. ITના અધિકારીઓએ ક્લોથ માર્કેટ બંધ કરાવ્યુ છે. અમદાવાદના રાયપુરમાં આવી ક્લોથ માર્કેટ છે

શિવાલી ટેક્સટાઈલ ગ્રુપમાં ITના દરોડા પાડ્યા છે. શિવાલી ટેક્સટાઈલ ગ્રુપના શિવાભાઈ ગોગીયા નામના વેપારીના ત્યાં IT વિભાગે દરોડા પાડ્યા. આ દરમિયાન કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર સામે આવે તેવી શક્યતા છે. મોટા પાયે ટેક્સની ચોરી પકડાય તેવી શક્યતા છે.

આજે સવારથી આઇટી વિભાગની 18થી વધુ ટીમોએ રામભાઇ ભરવાડ, તેમના પુત્ર ધીરેનભાઇ ભરવાડ, મેવાડા ગ્રૂપ, ગો‌ગિયા ગ્રૂપ, ધવલભાઇ તેલી, પ્રેમ ભા‌ટિયા અને ન્યૂ કલોથ માર્કેટ સહિત રહેઠાણ અને કોમર્શિયલ વિસ્તારમાં આવેલી ઓફિસો પર દરોડાની કામગીરી હાથ ધરી હતી. તાજેતરમાં જ દશેરાના દિવસે જમીન દલાલ દ્વારા કરાવાયેલા જમીનના મોટા સોદાની માહિતીના પગલે વિભાગે સર્વે હાથ ધર્યો છે, જેમાં કરોડોના વ્યવહાર અને મોટી કરચોરીની વિગતો ખૂલે તેવી શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.