આતંકીઓને સમર્થન આપનાર પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરને લઇ પણ નાપાક મંસૂબો છે. ભારતને પહેલેથી જ તેનો અંદાજો હતો અને આથી જ એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ છે. જો કે ભારત સરકાર 20 વર્ષ પહેલાંથી જ કોરિડોર ખોલવા માટે પાકિસ્તાનને કહેતું આવ્યું છે પરંતુ છેક હવે આ પ્રોજેક્ટમાં પાકિસ્તાન સેનાએ જે દિલચસ્પી દેખાડી છે તે એક પોતાનામાં જ શંકા પેદા કરે છે. પાકિસ્તાનની તરફથી આ ધાર્મિક પહેલ એવા સમયમાં કરાઇ રહી છે જ્યારે ભારત વિરોધી મંસૂબોને પૂરા કરવાની તેની દરેક કોશિષ નિષ્ફળ રહી છે. દુનિયામાં પાકિસ્તાન આતંકવાદને લઇ બદનામ છે. કેટલાંય પ્રતિબંધ લગાવ્યા અને કેટલાંય લગાવી શકે છે. અર્થતંત્રની સ્થિતિ બદતર છે. આ ખરાબ દિવસોમાં પીએમ ઇમરાન ખાન પાકિસ્તાનને એક શાંતિ પસંદ દેશ સ્થાપિત કરવા માંગે છે. આથી ઇમરાનની નજરોમાં પાકિસ્તાનમાં ધાર્મિક બહુમતી થવા પર અત્યાચારથી ઉલટું દુનિયામાં પાકિસ્તાનની એક નવી તસવીર બની શકે છે.
જો કે તેનો બીજો તબક્કો પણ સમજવાની જરૂર છે. જો કે કરતારપુરને લઇ શીખોમાં અસીમ આસ્થા છે. એવામાં ગુરૂનાનક દેવના 550મા પ્રકાશ પર્વ પર કરતારપુર કોરિડોરને ખોલવાના નિર્ણયથી પાકિસ્તાન સેના ખાલિસ્તાની આતંકને હવા આપવાની કોશિષ કરશે. ઇમરાન ખાન, પાકિસ્તાન સૈન્ય અને ISIનું ષડયંત્ર છે કે ધાર્મિક ભાવનાઓનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધિઓ માટે કરાય. કરતારપુર પર પાકિસ્તાન દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં ખાલિસ્તાની આતંકીઓને દેખાડવા એ તેનો જ હિસ્સો છે. જ્યારે ભારત માનીને ચાલી રહ્યું છે કે કરતારપુર કોરિડોરથી બંને દેશોની વચ્ચે વિશ્વાસ અને એક બાજુથી મિત્રતાનો રસ્તો ખૂલશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.