બુધવારે સવારે પૂર્વ ગોદાવરી જિલ્લાના પી રામચંદ્રપુરમ ગામની શ્રી ચક્ર ઓઇલ મિલમાં વિકરાળ આગ લાગી હતી. સવારે 10 વાગ્યે લાગેલી આગને પગલે ઓઇલ મિલના સ્થાનિકો અને કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રિપોર્ટ આવ્યો એ પ્રમાણે હજુ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તરત જ આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આગના ચોક્કસ કારણો અંગે હજી સુધી કોઈ જ જાણકારી મળી નથી, પરંતુ મોટા પ્રમાણમાં આગ દુર્ઘટનાનું શંકાસ્પદ કારણ ઇલેક્ટ્રિકલ-શોર્ટ સર્કિટ માનવામાં આવે છે.
આગને કાબૂમાં લેવા માટે કુલ પાંચ ફાયર ફાઈટર સેવા માટે હાજર થયા હતાં. અધિકારીઓને શંકા છે કે આગની દુર્ઘટનામાં ઓઇલ મીલમાં મોટા પ્રમાણમાં તેલ અને અન્ય મશીનરી બળીને ખાખ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આગ વિકરાળ સ્વરૂપમાં લાગી છે અને ધૂમાડાના ગરગોટા પર ખુબ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે. તો જુઓ અહીં આગનો ભયંકર વીડિયો….
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.