કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા ટીક્રી અને સિંઘુ બોર્ડર પર કિસાન મોલ્સ ખોલવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય એનજીઓ ખાલસા એડ આ મોલ્સ ચલાવી રહી છે. અહીં ખેડૂતોને જરૂરી ચીજવસ્તુ મફતમાં આપવામાં આવી રહી છે. ખેડુતોને કપડા નીચે ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ચપ્પલ, તેલ, શેમ્પૂ, કાંસકો, સેનિટરી પેડ જેવી ચીજો મળી રહી છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ખાલસા એડના સ્વયંસેવક કુલવીરસિંહે કહ્યું કે જ્યારે ટીકરી સરહદ પર મોલ શરૂ કરવામાં આવ્યો ત્યારે ખૂબ જ ભીડ થઇ ગઇ હતી. આ રીતે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે, ખાલસા એડ એક દિવસમાં લગભગ 700 ટોકન્સનું વિતરણ કરે છે. મોલના એન્ટ્રી પોઇન્ટ પર ખેડૂતને આ ટોકન બતાવવું પડશે. જ્યાં એક સ્લીપ મળે છે.
પાલનપુર કલેકટર કચેરી ખાતે ધરણા યોજ્યા હતા. કોંગ્રેસના એક પણ ધારાસભ્ય કાર્યક્રમમા હાજર આપી નહોતી.
જૂનાગઢ કોંગ્રેસ દ્રારા ખેડૂતો આંદોલનને સમર્થન મળ્યું છે. ક્લેક્ટરને આવેદન આપી ખેડૂતોનું સમર્થન કર્યુ છે.
નવસારીના વાંસદામાં પણ કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. કૃષિ કાયદાના વિરોધ દર્શન કરવા મુદ્દે નવસારી વાંસદાના MLA અનંત પટેલની પોલીસે અટકાયત કરી હતી. નવસારી કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કરી રહ્યાં હતા .
કૃષિ બીલના વિરોધમાં વડોદરામાં પણ ઘમાસાણ મચ્યુ હતુ. વડોદરા શહેરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોવિડ ગાઇડલાઇન પાલન સાથે ધરણાં કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.