કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતી રહી છે. આ વચ્ચે એકવાર ફરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કૃષિ કાયદાને બહાને નિશાન સાધ્યુ છે.
રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે એકવાર ફરી મોદી સરકારને નિશાને લીધા અને આસમાને પહોંચતી મોંઘવારી વચ્ચે સુસ્ત પડેલી આર્થિક રફ્તાર પર નિશાન સાધ્યુ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે દેશના ખેડૂતોએ માગી મંડી, વડાપ્રધાને થમાવી દીધી મંદી. રાહુલે પોતાની ટ્વીટ દ્વારા ફરી એકવાર કૃષિ કાયદા અને ખેડૂતની સાથે-સાથે વેપારીઓની દુર્દશાને લઈને પોતાની વાતને બેવડાવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કૃષિ કાયદાને લઈને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ નવા કૃષિ કાયદાને ખેડૂતો, મજૂરો અને દેશના પાયાને કમજોર કરનારા ગણાવી ચૂક્યા છે.
અગાઉ પણ રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં વીડિયો લિંક દ્વારા પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે મને આશા છે કે કૃષિ કાયદાને લઈને વડા પ્રધાન એકવાર ફરી વિચાર કરશે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે દેશના ખેડૂતોની દશા કોઈનાથી છુપી નથી. આપણે ખેડૂત ભાઈઓ અને નાના દુકાનદારોની રક્ષા કરવી જોઈએ. આપણે સાથે મળીને ઉભુ રહેવુ જોઈએ કેમ કે મજૂર અને ખેડૂત આ દેશનો આધાર છે. આની રક્ષા સાથે જ દેશ મજબૂત થશે.
કોંગ્રેસે રવિવારે પણ કેન્દ્ર સરકારના કાળા બજારી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. સાથે જ દેશમાં ખાદ્ય વસ્તુઓના પર્યાપ્ત ભંડાર ઉપલબ્ધ કરાવવાનુ પણ કહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.